ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

માતા ડિમ્પલ કાપડિયાએ ટ્વિંકલ સાથે ફોટો પાડવાની ના પાડી, કહ્યું: હું જુનિયર સાથે પોઝ આપતી નથી

  • ડિમ્પલ કાપડિયા અને ટ્વિંકલ ખન્ના વચ્ચે ખુલ્લા દિલનું બોન્ડિંગ ઘણીવાર જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળે છે

મુંબઈ, 24 ઓકટોબર: ડિમ્પલ કાપડિયા અને ટ્વિંકલ ખન્ના વચ્ચેનો સંબંધ એક અલગ પ્રકારની રમૂજ સાથે ચાલે છે. બંને વચ્ચે ખુલ્લા દિલનું બોન્ડિંગ ઘણીવાર જાહેર કાર્યક્રમોમાં જોવા મળે છે. આ દરમિયાન 23 ઓક્ટોબરના રોજ અક્ષય કુમાર પત્ની ટ્વિંકલ ખન્ના સાથે મુંબઈમાં એક ફિલ્મની સ્ક્રીનિંગ માટે પહોંચ્યો હતો. જ્યાં તેમના સાસુ અને ટ્વિંકલના માતા ડિમ્પલ કાપડિયા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે ડિમ્પલને પાપારાઝીએ ટ્વિંકલ સાથે ફોટો પડાવવા માટે કહ્યું તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે, હું જુનિયર સાથે પોઝ આપતી નથી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બ્રાઉન અને ગ્રીન જેકેટ સાથે સફેદ લેયર્ડ ડ્રેસમાં દેખાયા ડિમ્પલ કાપડિયા 

હાલમાં, મુંબઈ એકેડમી ઑફ ધ મૂવિંગ ઇમેજનો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2024 ચાલી રહ્યો છે. અહીં અક્ષય કુમાર તેમના પત્ની ટ્વિંકલ સાથે ડિમ્પલ કાપડિયાની ફિલ્મ ગો નોની ગોના સ્ક્રીનિંગમાં હાજરી આપવા આવ્યો હતો. અહીં આખા પરિવાર વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળ્યું. ડિમ્પલ કાપડિયા ઈવેન્ટ પછી બ્રાઉન અને ગ્રીન જેકેટ સાથે સફેદ લેયર્ડ ડ્રેસમાં પોઝ આપી રહી હતી. આ દરમિયાન પાપારાઝી ડિમ્પલ કાપડિયાને પુત્રી ટ્વિંકલ સાથે પોઝ આપવાનું કહે છે, તો ડિમ્પલ કહે દે છે, “હું જુનિયર્સ સાથે પોઝ નથી આપતી, માત્ર સિનિયર્સ સાથે.” આ ઈવેન્ટમાં ટ્વિંકલ પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. ઈવેન્ટમાં અક્ષય કુમાર ફોર્મ શર્ટ અને ગ્રે સૂટમાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ડિમ્પલે ટ્વિંકલની ઘણી વખત રમુજ કરી હતી. ફિલ્મોથી દૂર રહ્યા બાદ ટ્વિંકલ પુસ્તકો પણ લખી રહી છે. દરમિયાન, તેની બુક લૉન્ચિંગ ઇવેન્ટમાં માઇક પર બોલતી વખતે, ડિમ્પલે ટ્વિંકલના ઘણા રહસ્યો ખોલ્યા હતા. ડિમ્પલે અક્ષય અને ટ્વિંકલના લગ્ન જીવન સાથે જોડાયેલા રહસ્યો કહેવાનું શરૂ કર્યું હતું, ત્યારે અક્ષય કુમાર પાછળથી આવ્યો અને હાથ વડે માઈક બંધ કરી દીધું. તે સમયે ટ્વિંકલની પહેલી બુક મિસિસ ફનીબોન્સ લોન્ચ કરવામાં આવી હતી. ડિમ્પલ પુત્રી અને જમાઈ અક્ષયના ખીચડા સમારોહનો ઉલ્લેખ કરી રહી હતી જે લગ્ન પછી તરત જ થાય છે.

આ પણ જૂઓ: લગ્ન આટલા નથી ટકતા’ ઐશ્વર્યા- અભિષેકના રિલેશન પર નિમ્રત કૌર, એક્ટરને ઝટકો લાગ્યો

Back to top button