ટ્રેન્ડિંગનેશનલ

માતા બની જલ્લાદ, સવા વર્ષના જોડિયા પુત્રોની કરી હત્યા, પછી.. 

સિરોહી, 2 જાન્યુઆરી: રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ શહેરમાં બુધવારે મોડી સાંજે નવા વર્ષના પહેલા દિવસે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં માતાએ તેના બે જોડિયા બાળકો સાથે ઝેર પી લીધું હતું. જેના કારણે ત્રણેયના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકોઠી કંટાળી મહિલાએ આ ભયાનક પગલું ભર્યું હતું.

શિવ અને શક્તિનો જન્મ સાવ વર્ષ પહેલા થયો હતો

આ ઘટના બુધવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ ઈન્સ્પેક્ટર બાબુલાલ રાણાના જણાવ્યા અનુસાર, દિગ્ગીનાડીમાં રહેતી રેખાના લગ્ન પાંચ વર્ષ પહેલા પાલી જિલ્લાના સેવાડી ગામમાં યોગેશ છીપા સાથે થયા હતા. રેખાને 1.25 વર્ષના જોડિયા પુત્રો, શિવ અને શક્તિ હતા. રેખા લગભગ 15 દિવસ પહેલા તેના મામાના ઘરે આવી હતી.

બાળકોની લાશ જોઈને આઘાત લાગ્યો

બુધવારે રેખાએ તેની માતાને સામાન ખરીદવાના બહાને બજારમાં મોકલી હતી. આ દરમિયાન તેણે તેના બંને પુત્રોને ઝેર આપીને પોતે પણ ઝેર પી લીધું હતું. જ્યારે તેની માતા પરત આવી ત્યારે તેણે ત્રણેયને બેભાન અવસ્થામાં જોયા. આ જોઈ તેની માતાના હોશ ઉડી ગયા. બૂમો સાંભળીને પડોશીઓ ભેગા થઈ ગયા અને બધા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જિલ્લા હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. રેખાની ગંભીર હાલતને જોતા તેને ભગવાન મહાવીર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

રેખાને નિર્દોષ બાળકોનું રડવું ગમતું નહોતું…

રેખાની માતાએ જણાવ્યું કે રેખા ઘણીવાર તેના જોડિયા પુત્રોની સંભાળને લઈને ચિંતિત રહેતી હતી. બંને બાળકોની સંભાળ રાખવી તેના માટે મુશ્કેલ બની રહી હતી. જ્યારે એક બાળકસૂઈ જતું તો બીજું બાળક રડતું હતું, જેના કારણે તે માનસિક રીતે થાકી ગઈ હતી. આ તણાવના કારણે તેણે આ કડક પગલું ભર્યું હતું. તેના મૃત્યુ પહેલા રેખાએ પણ પોલીસને આવા જ નિવેદન આપ્યા હતા.

વર્ષના પ્રથમ દિવસે આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી

પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પરિવારને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્રણેયના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવશે.

આ પણ વાંચો :Budget 2025: શું સરકાર વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં છૂટ આપશે? શું રોકાણ પર લૉક ઇન પીરિયડ સમાપ્ત થશે?

18 વર્ષમાં 25 વાર ભાગી ગયેલી પત્નીનો ચોંકાવનારો ખુલાસો, પતિને છોડીને જવાનું જણાવ્યું કારણ

ઘર છોડીને ભાગી ગયેલા પ્રેમીઓ માટે હાઈકોર્ટનો મોટો નિર્ણય, કહ્યું….

માતાપિતાની સંપત્તિમાં દીકરાને કયારે નથી મળતો અધિકાર? આવો જાણીએ નિયમ 

નવા વર્ષમાં 5000 રૂપિયાની નોટ જારી થશે! જાણો RBIએ શું કહ્યું? 

મફત અનાજ વિતરણ માટે રેશનકાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, આ તારીખથી થશે લાગુ 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button