સ્કૂટી પર સવાર માતા-પુત્રને રોંગ સાઇડમાં આવતી કારે મારી જોરદાર ટક્કર, CCTV વાયરલ
- દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સ્કૂટર પર જઈ રહ્યા હતા માતા-પુત્ર
- હાઈવે પર અચાનક રોંગ સાઈડથી આવી અલ્ટો કાર અને બંને વચ્ચે થઈ જોરદાર ટક્કર
- અકસ્માતમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રને મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
- સારવાર દરમિયાન મોડી રાત્રે બંનેના થયા મૃત્યુ
ગાઝિયાબાદ, 22 જુલાઈ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક માર્ગ અકસ્માતનો એક દર્દનાક વીડિયો વાયરલ થયો છે. જ્યાં સ્કૂટર સવાર માતા-પુત્રના મૃત્યુ થયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ હોસ્પિટલમાં મોડી રાત્રે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સમયે બંને મેરઠથી દિલ્હી જતી લેન પર સ્કૂટી પર જઈ રહ્યા હતા. મેહરૌલી બ્રિજ પર રોંગ સાઇડથી આવી રહેલી અલ્ટો કારે સ્કૂટી પર સવાર માતા-પુત્રને ટક્કર મારી હતી. બંને હવામાં ફંગોળાયા અને પછી રોડ પર પછડાયા હતા, ત્યાર બાદ સારવાર અર્થે મણિપાલ હોસ્પિટલાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે સારવાર દરમિયાન બંને માત્ર અને પુત્રનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે.
રોડ અકસ્માતમાં સ્કૂટી સવાર માતા-પુત્રીનું મૃત્યુ
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર માતા-પુત્ર સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક રોંગ સાઈડથી અલ્ટો કાર આવી હતી અને બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રને મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા હતા. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, બળદગાડા અને ટ્રેક્ટર પર પ્રતિબંધ છે. આમ છતાં એક્સપ્રેસ-વે પર ટુ-વ્હીલર મુક્તપણે ફરે છે. આ ઘટના બાદ પોલીસની સતર્કતા પર સવાલો ઉઠી રહ્યા છે.
અહીં જૂઓ વાયરલ CCTV
#justin – देखिए कैसे लापरवाही निगल गई मां -बेटे की जिंदगी
दिल्ली-मेरठ एक्सप्रेस वे पर रॉन्ग साइड से आ रही कार ने स्कूटी सवार मां-बेटे दोनों की जान ले ली। #RoadAccident #Ghaziabad #ExpressWay pic.twitter.com/aydp0QlkEI
— Prabhakar Kumar (@prabhakarjourno) July 22, 2024
પોલીસે આરોપી કાર ચાલકનીકરી અટકાયત
આ અંગે એસીપી વેવ સિટી પૂનમ મિશ્રાએ જણાવ્યું કે રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યે દિલ્હીના મધુ વિહારના યશ ગૌતમ (20) અને તેમની માતા મંજુ (40) સાથે મેરઠથી જતી દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સ્કૂટી લઈને જઈ રહ્યા હતા. મેહરૌલી બ્રિજ પર રોંગ સાઇડથી ઝડપથી આવી રહેલી અલ્ટો કારે સ્કૂટરને ટક્કર મારી હતી. જેના કારણે બંનેના મૃત્યુ થયા હતા. પોલીસે વિજય નગરમાં રહેતા આરોપી કાર ચાલક દેવવ્રતને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મુંબઈમાં વધુ એક હિટ એન્ડ રનની બની ઘટના, ઓડી કારે 2 ઓટોને મારી ટક્કર, ડ્રાઈવર સહિત 4 ઘાયલ