ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા જુના ડીસા વચ્ચે સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા માતા – પુત્રને ઇજા

Text To Speech

બનાસકાંઠા 12 ઓગસ્ટ 2024 :  ડીસા – જુના ડીસા વચ્ચે 17 શહીદ દરગાહ પાસે એક સ્વિફ્ટ કારે બાઇકને ટક્કર મારતા બાઈક પર સવાર માતા પુત્રને ગંભીર ઇજાઓ થતા ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની વિગત એવી છે કે, ડીસાની હિમાલય સોસાયટીમાં રહેતા પ્રકાશ રાજુભાઈ ઠાકોર અને તેમની માતા મંજુબેન બાઈક પર ખરડોસણ ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ડીસા થી જુનાડીસા વચ્ચે 17 શહીદ ની દરગાહ પાસે પાટણ તરફ જઈ રહેલી એક સ્વિફ્ટ કારે તેમના બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા. જેમાં પ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ઇજાઓ થઈ હતી. જ્યારે મંજુબેનને પણ પગ અને હાથ પર ઇજા થતા ફેક્ચર થવા પામ્યા હતા. આ બનાવથી આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને બંનેને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : નર્મદા ડેમમાંથી ઉત્તર ગુજરાતના તળાવોમાં પાણી પહોંચાડાશેઃ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો

Back to top button