ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈતિહાસના સૌથી નિષ્ફળ નેતા સફળતાનો મૂળ મંત્ર શીખવાડી રહ્યા છે: ભાજપે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો

નવી દિલ્હી, 09 માર્ચ 2025: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે કટાક્ષ કર્યો છે અને ગુજરાતમાં પાર્ટીની હાર માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપનું કહેવું છે કે, રાહુલને આ સમજવું જોઈએ કે, કોંગ્રેસની ચૂંટણીમાં હાર માટે તેઓ ખુદ જવાબદાર છે. ભાજપનું કહેવું હતું કે, રાહુલે પહેલા સંવૈધાનિક સંસ્થાઓ, પછી સરકાર અને મીડિયા પર સતત આરોપ લગાવ્યા અને હવે તેમણે પોતાના જ લોકો પર આરોપ લગાવવાનું શરુ કરી દીધું.

હકીકતમાં જોઈએ તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે બે દિવસીય પ્રવાસે ગુજરાત પહોંચ્યા હતા. શનિવારે બીજા દિવસે તેમણે અમદાવાદમાં પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું. આ દરમ્યાન રાહુલ ખૂબ જ આકરા તેવરમાં જોવા મળ્યા અને નેતાઓ તથા કાર્યકર્તાઓને હટાવાની અપીલ કરી જે ગુપ્ત રીતે ભાજપ માટે કામ કરી રહ્યા છે. રાહુલે કહ્યું જો 30-40 લોકોને હટાવવા પડે તો પણ હટાવી દેવા જોઈએ અને જે લોકો ભાજપ માટે ગુપ્ત રીતે કામ કરી રહ્યા છે, તેમને બહાર કરી દેવા જોઈએ.

રાહુલ ગાંધીની આ ટિપ્પણી પર ભાજપે ટીકા કરી અને કોંગ્રેસને પોતાની નિષ્ફળતાઓનો દોષનો ટોપલો બીજા પર નાખવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે રાહુલ ગાંધીને જવાબદારી લેવાનો આગ્રહ કર્યો છે.

જ્યારથી રાહુલ ગાંધી અને તેમની માતાએ પાર્ટીની કમાન સંભાળી છે…

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, જ્યારથી રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી છે, ત્યારથી કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કોંગ્રેસે 140 વર્ષના ઈતિહાસમાં સૌથી નિષ્ફળ નેતા ગુજરાત ગયા ઓઅને પાર્ટી કાર્યકર્તાઓની બેઠક કરી તેમને સફળતાના મંત્ર શીખવાડી રહ્યા છે. જો કે આ પાર્ટીનો આંતરિક મામલો છે, પણ તેમનું નિવેદન નિશ્ચિતપણે કોંગ્રેસની આંતરિક દુર્દશા અને તેમની ખરાબ માનસિક સ્થિતિ તરફ ઈશારો કરે છે.

રાજ્યસભાના સાંસદ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે બંધારણીય સંસ્થાઓ, સરકાર અને મીડિયાને સતત દોષ આપ્યા પછી, તેમણે (રાહુલ) પોતાના જ લોકોને દોષ આપવાનું શરૂ કરી દીધું છે. તમને એવું કોઈ ઉદાહરણ ક્યારેય નહીં મળે જ્યાં કોઈ નેતા પોતાના જ પક્ષના લોકોને જાહેરમાં આ રીતે અપમાનિત કરે. ત્રિવેદીએ દાવો કર્યો હતો કે જો રાહુલ ગાંધી આત્મનિરીક્ષણ કરે તો તેમને ખ્યાલ આવશે કે તેઓ પાર્ટીના સૌથી ખરાબ નેતા છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાને અને પોતાની પાર્ટીને ટ્રોલ કર્યા છે અને પોતાને અરીસો બતાવ્યો છે. તેઓ પોતાની નિષ્ફળતાઓ માટે ખડગે જી અને તેમના પક્ષના કાર્યકરોને દોષી ઠેરવી રહ્યા છે. પૂનાવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે, રાહુલે કહ્યું કે તેમની પાર્ટીના અડધાથી વધુ નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે, જ્યારે તેમણે 90 થી વધુ ચૂંટણીઓમાં પોતાની પાર્ટીને હરાવી છે. આ સંદર્ભમાં તેઓ ભાજપની સૌથી મોટી સંપત્તિ છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, પૂનાવાલાએ રાહુલને પૂછ્યું, “શું તમે ભાજપ સાથે ગઠબંધનમાં છો?” પહેલા તેમણે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ. તેઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો, ચૂંટણી પંચ, મતદાર યાદીઓ, તેમના પક્ષના કાર્યકરો અને લોકો પર દોષારોપણ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, જો ચૂંટણીમાં કોઈ પક્ષને હરાવવી એ કળા છે તો તેના કલાકાર રાહુલ ગાંધી છે.

આ પણ વાંચો: IND vs NZ:ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ફાઈનલ મેચ, જાણો કેવું રહેશે દુબઈનું હવામાન, જો વરસાદ થાય તો શું થશે?

Back to top button