ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

પીવાલાયક જળસ્ત્રોતોમાં વધ્યું કેમિકલનું પ્રમાણ, વૈજ્ઞાનિકો થયા ચિંતિત

HDNEWS, 19એપ્રિલ:  હાલમાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક સ્ટડી કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરના મોટાભાગના જળસ્ત્રોતોમાં હાનિકારક કેમિકલ PFAS જોવા મળ્યું છે. PFAS કેમિકલ ખૂબ જ ભંયકર અને હાનિકારક કેમિકલ છે આથી જો શરીરમાં તેનું પ્રમાણ એક હદથી વધે છે તો અનેક બીમારીઓ થઈ શકે છે.

PFAS-Poly fluoroalkyl substances કેમિકલ

દુનિયા ભરના મોટાભાગના પીવાલાયક જળશ્ત્રોતોમાં હાનિકારક કેમિકલ PFAS (Poly fluoroalkyl substances- PFAS)નું સ્તર વધી ગયું છે. જેનાથી દુનિયા ભરના વૈજ્ઞાનિકો ચિંતાગ્રસ્ત છે. PFASને ફોરએવર કેમિકલ પણ કહેવાય છે કેમ કે તે આગ, પાણી, ગ્રીસ, ડાઘ દુર કરવાના કેમિકલથી પણ દુર નથી થતું. માટે જો એકવાર તે પર્યાવરણમાં ભળી જાય છે તો પછી દુર કરવું મુશ્કેલ થઈ જાશે. આ કેમિકલનો ઉપયોગ ફુડપેકેંજીગ, કપડા બનાવવા, નોન-સ્ટિક ફ્રાયપેન, કોસ્મેટિક વસ્તુઓ, કારપેટ વગેરે વનાવવામાં વપરાય છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવર્સિટીએ પોતાની સ્ટડીમાં તારણ કાઢ્યું છે કે દુનિયા ભરના ગ્રાઉંડવોટરમાં PFAS પહોંચી ગયું છે.જે આ પાણીના માધ્યમથી તે શરીરમાં પ્રવેશી શકે છે. આ પહેલા એક અમેરિકી રિસર્ચમાં પણ જાણવા મળ્યું કે ડ્રીકીંગ વોટરમાં પણ PFASની માત્રાનું પ્રમાણ એક હદથી વધારે છે. PFAS માણસ પર ખરાબ અસર કરી શકે છે. જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે અને એન્ઝાઈમ અને હોર્મોનનું સ્તર પણ કથળી શકે છે.

માનક થી 5 ટકા વધુ

સ્ટડીમાં જાણવા મળ્યું કે PFAS હદથી વધારે પ્રમાણમાં ગ્રાઉંડ વોટરમાં જોવા મળ્યું છે. જે કોઈ એક જગ્યાએ નહી પણ વિશ્વના અનેક ભુગર્ભજળના સ્ત્રોતમાં તેની હાજરી જોવા મળી છે. આ પહેલા પણ કરવામાં એક સ્ટડી પ્રમાણે PFAS કેન્સરનું કારણ બની શકે છે તેવું તારણ બહાર આવ્યું હતું. પ્રમુખ રિસર્ચર્સ પ્રોફેસર ડેનિસ ઓ કોરેલે કહ્યું કે આપણી પાસે જેટલા પણ પીવાલાયક જળસ્ત્રોતો છે તેમાં મોટા ભાગના જળસ્ત્રોતોમાં PFASનું લેવલ હદથી ઘણું વધારે હતું.  આ સાથે તેઓએ જણાવ્યું હતું કે આ વાત અમે પહેલાથી જાણીએ છે કે PFAS જો એકવાર પર્યાવરણમાં ભળી ગયું તો તે પછી સર્વવ્યાપી થઈ જાય છે. પણ જમીનની નીચે પાતાળમાં તેનું પહોંચવું એ વાત થોડી આશ્ચર્યજનક  લાગી અને વધુમાં એક હદથી વધુ માત્રામાં ગ્રાઉંડ વોટરમાં તે હાજર છે. સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે ગ્રાઉંડ વોટરમાં માનક સ્તરથી 5 ટકા સુધી વધારે PFAS હતું. જ્યારે કેટલાકમાં તો તે 50 ટકા સુધી પહોંચી ગયું.

સીલબંધ બોટલનું પાણી ન પીવું જોઈએ

સ્ટડીમાં જાણવા મળ્યું કે ગ્રાઉંડ વોટર કરતા PFASની માત્રા ડેમોમાં વધારે  જોવા મળી હતી.  ડેમોનો ઉપયોગ મોટાભાગે પાણીનો સંગ્રહ કરીને વિજળી ઉત્પન્ન કે સિંચાઈ કરવા માટે થાય છે. જોકે સારી વાત એ છે કે હાલમાં પીવાના પાણીમાં PFASનું પ્રમાણ નોર્મલ છે જે સુરક્ષિત છે માટે કોઈ ખતરો નથી. પણ PFASનું પ્રમાણ  મોટા મોટા ડેમોમાં વધારે જોવા મળ્યું છે. આશંકા એ છે કે PFAS કેમિકલ પાતાળમાં પહોંચવાની સંભાવના રહેલી છે. પ્રોફેસર ઓ કેરોલે જણાવ્યું કે ડ્રિંકીંગ વોટર તો સુરક્ષિત છે પણ સીલબંધ પાણી પીવાની સલાહ હું નહી આપું. પણ મારા વિચારોમાં PFASનું લેવલ સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદમાં આ રોગના કેસમાં અચાનક વધારો થયો, એક જ સપ્તાહમાં 41 દર્દીઓ આવ્યા

Back to top button