સુરતમાં આવતીકાલે તિરંગાયાત્રા નિકળશે, જાણો ક્યા બીઆરટીએસ રૂટ પર થશે અસર
- સુરતમાં આવતીકાલે રિંગ રોડ કાપડ માર્કેટમાં તિરંગાયાત્રા નિકળશે
- તિરંગા યાત્રા માટે બીઆરટીએસ રૂટ પર અસર પડશે
- પદયાત્રાના રુટમાં આવતા બીઆરટીએસ સીટી બસના કેટલાક રુટ બંધ કરાયા
15મી ઓગસ્ટના રોજ આપણો દેશ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. જેને લઈ ઠેર-ઠેર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સુરત શહેરમાં પણ પુર જોશમાં કરવા માટે આયોજન થઈ રહ્યું છે. સુરતમાં આવતી કાલ એટલે કે 14 ઓગસ્ટના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમ થશે. જે અંતર્ગત ભવ્ય તિરંગાયાત્રા નિકળશે.
ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં તિરંગા રેલીનું આયોજન
પ્રાપ્ત વિગતો અનુસાર,દેશના 76માં આઝાદી પર્વ નિમિતે સાકેત ગૃપ દ્વારા 14મી ઓગસ્ટે સુરતની ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં તિરંગા રેલીનું આયોજન કરાયું છે.દિનેશ કટારિયાએ જણાવ્યું હતુંકે, સુરતની ટેક્ષટાઇલ માર્કેટમાં આઝાદીના પર્વની રંગેચંગે ઉજવણી કરાશે. સાકેત ગૃપ દ્વારા તા. 14મીના સોમવારે રિંગરોડ સ્થિત ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.બપોરે 3.00 કલાકે નીકળનારી તિરંગા યાત્રા જે.જે અને સુરત ટેક્ષટાઇલ માર્કેટ પાસેથી નીકળશે અને યુનિવર્સલ માર્કેટથી થઇને મિલેનિયમ માર્કેટ આવશે. જ્યાં યાત્રાનું સમાપન થશે. જ્યારે કાપડ બજારના વેપારીઓ, મજદૂર સંઘ શહેરના શ્રમજીવી અને સામાજિક સંગઠનો ઉપરાંત મુસ્લિમ સમાજ, વ્હોરા સમાજ અને વિવિધ જેમાં સમાજના લોકો પણ ઉત્સાહભેર ભાગ લેશે અને દેશભરના ઘરો પર તિરંગો જોવા મળશે.
આ પણ વાંચો : PM મોદીએ પ્રોફાઇલ પિક્ચર પર લગાવી તીરંગાની તસવીર, લોકોને પણ DP બદલવા કરી અપિલ
10 હજાર કરતાં વધુ લોકો યાત્રામાં જોડાશે
મહત્વનું છે કે,આ કાર્યક્રમ ઉધના GSRTC બસ સ્ટેશન થી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધીના રૂટ પર પદયાત્રા થશે જેમાં દસ હજાર કરતાં વધુ લોકો જોડાવાના હોવાથી આ રૂટની સીટી અને બીઆરટીએસ સેવાને અસર થશે. આ પદયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ અને સીટી બસના ઉધના દરવાજા થી સચિન GIDC અને કામરેજ ટર્મિનલ થી સચીન રેલ્વે સ્ટેશન સુધીનો રુટ યાત્રા પુરી ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ આ પદયાત્રામાં 10 હજાર કરતાં વધુ લોકો જોડાવાના હોય લોકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે પોલીસ વિભાગ દ્વારા ઉધના થી દક્ષેશ્વર મહાદેવ મંદિર પરથી પસાર થતા રૂટોને સદર કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ અથવા ડાયવર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતી પાલિકાની સીટી અને બીઆરટીએસના કેટલાક રૂટ ડાયવર્ટ કરાયા છે તો કેટલાક યાત્રા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
બીઆરટીએસના ક્યા રૂટને અસર થશે
અલથાણ ટર્મિનલ થી અમેઝીયા એમ્યુઝમેન્ટ પાર્ક લુપ બાટલી બોય સર્કલથી પાંડેસરા પોલીસ સ્ટેશન થી પિયુષ પોઈન્ટ ડાયવર્ટ કરવામાં આવનાર હોય પાંડેસરા GIDC, તુલસીધામ,ચીકુવાડી BRTS સ્ટેશન પર કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી સેવા ઉપલબ્ધ રહેશે નહીં. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. કામરેજ ટર્મિનલ થી સચીન રેલ્વે સ્ટેશન કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામરેજથી ખરવરનગર સુધી કાર્યરત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. જહાંગીરપુરા કોમ્યુનીટી હોલ થી પાંડેસરા GIDC રુટ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જહાંગીરપુરા થી ડીંડોલી વારીગૃહ સુધી કાર્યરત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત સુરત રેલ્વે સ્ટેશન ટર્મિનલ થી પાંડેસરા કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાંડેસરા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ સુધી કાર્યરત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ PM MITRA પાર્ક અંગે મોટી જાહેરાત કરતાં સુરત સહિત દ.ગુજરાતમાં 50 હજાર રોજગારની શક્યતા