અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: મકરબા રેલવે ક્રોસિંગ પાસેનાં મ્યુનિસિપલ ઉદ્યાનનાં મુખ્ય ગેટ પર પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ; રોગચાળો ફેલાવવાનો ભય

Text To Speech

અમદાવાદ, 07 ઓગસ્ટ 2024 : મકરબા રેલવે ક્રોસિંગ પાસે આવેલાં કરોડોનાં ખર્ચે ઉદ્ઘાટન કરેલા અમદાવાદ મ્યુનિસિપલ ઉદ્યાન (ગાર્ડન) નાં મુખ્ય ગેટ પાસે વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે. અને પાણીનો નિકાલ ન થવાથી મચ્છરો જીવાણુ કીટાણુઓ પાણી પર બેસવાથી આસપાસના લોકો તથા ત્યાં વોક કરવા તથા બેસવા આવતા સિનિયર સિટીઝનો તથા બાળકોમાં રોગચાળો ફાટી નીકળવાનું ભય હાલ સેવાઈ રહ્યો છે. કોર્પોરેશન તથા કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ “જેસે થે તૈસે” એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહનાં હસ્તે ઉદ્ઘાટન થયું હતું

2022માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મકરબા રેલવે ક્રોસિંગ પાસે પાલમ ગ્રીન્સ તથા વાઈટ ફિલ્ડ જેવા વીઆઈપી એપાર્ટમેન્ટ સામે આધુનિક ટેકનોલોજીથી ડિઝાઇન કરેલું તથા સ્થાનિકો માટે સુંદર અને રમણીય વિસ્તારનું એકમાત્ર ગાર્ડન જે તે વિસ્તારની શોભા વધારવાનું કામ કરે છે. તેની જાળવણી પણ કોર્પોરેશન દ્વારા ખુબ સુંદર રીતે સતત કરવામાં આવી રહી છે. જેથી ત્યાં આવતા દરેક સ્થાનિક લોકોનું મન મોહી લે છે પરંતુ હાલ ચોમાસાને કારણે રોડ વિભાગ તથા કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવાને કારણે ચોમાસામાં સામાન્ય વરસાદ પડવાથી મુખ્ય ગેટની આસપાસ સતત પાણી ભરાયેલું રહે છે. અને સતત મચ્છરોનો ઉપદ્રવ્ય ત્યાં જોવા મળે છે લોકો ત્યાંથી આવન જાવન કરવાનું તથા ઉભા રહેવાનું પણ પસંદ કરતા નથી

સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો છતાં નિરસ્તા

સ્થાનિકો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે મકરબા વેજલપુરના કોર્પોરેટરોને વારંવાર જાણ કરી તથા ફોટા મોકલ્યા હોવા છતાં તેનો નિકાલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે ફરિયાદ કરતા માત્ર ફોટા પાડીને જતા રહે છે પરંતુ નિકાલ થતો નથી, અધિકારીઓને એવું લાગે છે કે આ સમસ્યા કુદરતે આપી છે તો કુદરત દ્વારા જ દૂર થશે એટલે કે તડકો પડતા જ પાણી સુકાઈ જશે આવું સમજીને લોકો પણ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે ત્યાં પાણીને નિકાલ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે છે કે ફરી એક વખત ત્યાં રોગચાળો ફાટી નીકળતા બીમારી કોઈ નવું રૂપ ધારણ કરશે?

આ પણ વાંચો : શું ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ જામશે દારુની મહેફિલ?

Back to top button