ગુજરાત

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો વ્યાપક બન્યો, દર્દીઓની સંખ્યા જાણી ચોંકી જશો

  • રોગચાળાના કેસના કારણે હોસ્પિટલમાં રોજની ઓપીડી 1500 કેસ આસપાસ
  • સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ
  • 15 દિવસમાં સ્વાઈન ફલૂના 10 શંકાસ્પદ કેસ આવ્યા

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો વ્યાપક બન્યો છે. જેમાં દર્દીઓની સંખ્યા જાણી ચોંકી જશો. તેમજ સોલા હોસ્પિટલમાં 15 દિવસમાં વાયરલના 3,309 દર્દી સામે આવ્યા છે. ડેન્ગ્યૂના 490 શંકાસ્પદ કેસ તથા 74 પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા છે. મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દી એકંદરે વધ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: અંબાજીની અખંડ જ્યોતમાં વાઘની મુખાકૃતિ દેખાઈ

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ

ડબલ સિઝનમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધુ પ્રમાણમાં આવ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો વ્યાપક બન્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ ઉપરાંત તાવ, શરદી, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના કેસ આ ડબલ સિઝનમાં વધુ પ્રમાણમાં નોંધાયા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુના 262 શંકાસ્પદ કેસ આવ્યા છે, જે પૈકી 38 રિપોર્ટ પોઝિટિવ છે, આ ઉપરાંત ચિકન ગુનિયાનો ગત સપ્તાહે એકેય કેસ નહોતો, જોકે આ સપ્તાહે 71 શંકાસ્પદ કેસની સાથે 6 પોઝિટિવ કેસ આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: નવરાત્રીમાં ગરબાના નકલી પાસ સામે આવતા આયોજકોએ અપનાવ્યો નવો રસ્તો 

રોગચાળાના કેસના કારણે હોસ્પિટલમાં રોજની ઓપીડી 1500 કેસ આસપાસ

સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, રોગચાળાના કેસના કારણે હોસ્પિટલમાં રોજની ઓપીડી 1500 કેસ આસપાસ રહે છે, ઓપીડીમાં પુખ્ત વયના દર્દીઓમાંથી 10 ટકા જેટલાને તો બાળકોમાં 20થી 25 ટકા જેટલાને દાખલ કરીને સારવાર આપવી પડે છે. ડેન્ગ્યુના 15 દિવસમાં કુલ 490 શંકાસ્પદ કેસ હતા, જે પૈકી 74 પોઝિટિવ દર્દી નોંધાયા છે, એ જ રીતે ગત સપ્તાહે મેલેરિયાનો એક કેસ હતો, આ વખતે છ પોઝિટિવ છે, 15 દિવસમાં મેલેરિયાના 980 શંકાસ્પદ દર્દી આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા, બિપોરજોય જેવી મોટી આફત આવશે કે શું!

15 દિવસમાં સ્વાઈન ફલૂના 10 શંકાસ્પદ કેસ છે

ચિકન ગુનિયાના 15 દિવસમાં 96 શંકાસ્પદ કેસ છે. આ ઉપરાંત વાયરલ ઈન્ફેક્શનના 1471 કેસ આવ્યા છે, એકંદરે 15 દિવસમાં વાયરલના 3,309 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. ઝાડાના પખવાડિયામાં 15 કેસ છે જ્યારે વાયરલ હિપેટાઈટિસના 6, ટાઈફોઈડના 8 દર્દી છે. 15 દિવસમાં સ્વાઈન ફલૂના 10 શંકાસ્પદ કેસ છે, જોકે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Back to top button