ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો કહેર , માત્ર ઓગસ્ટમાં જ કુલ કેસ 1700ને પાર

Text To Speech

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે આ વચ્ચે રોગચાળાએ માજા મુકી છે. અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 407 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો

જાણકારી મુજબ અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. ચાલુ મહિનાની જ વાત કરવામા આવે તો ઓગસ્ટ મહિનામાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના 407 કેસ નોંધાયા છે. તેમજ સાદા મલેરિયાના 111 કેસ અને ઝેરી મલેરિયાના 7 કેસ નોંધાયા છે. આ સાથે ચિકનગુનિયાના 9 કેસ તેમજ ઝાડા-ઉલ્ટીના 619 કેસ, ટાઈફોઈડના 467 કેસ નોંધાયા છે. અને કમળાના 114, કોલેરાના 20 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : સુરતમાં મેયરને ગાડી છોડી મોટરસાઇકલ ઉપર બેસીને કેમ ભાગવું પડ્યું ?

અમદાવાદ સિવિલ હોસ્પિટલ -humdekhengenews

રોગચાળાને પગલે આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું

એક તરફ શહેરમાં રોગચાળો વકર્યો છે. ત્યારે આ રોગચાળાને પગલે આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું છે અને AMC દ્વારા મચ્છરોની બ્રિડિંગ સાઇટને લઇને ચેકિંગ હાથ ધરાવમા આવ્યું છે. તંત્ર દ્વારા બાંધકામ સાઇટ, શાળા, હોસ્પિટલો સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આણંદ : કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર કેતકી વ્યાસે 300 વિઘા કરતાં વધુ જમીન ખરીદી

Back to top button