ટ્રેન્ડિંગસ્પોર્ટસ

FIFA WORLD CUP 2022: બેલ્જિયમની હારનો જશ્ન ઉજવવા લાગ્યા મોરક્કોના ફેન્સ, હિંસા ભડકી, જુઓ વીડિયો

Text To Speech

કતારમાં ચાલી રહેલા ફીફા વિશ્વકપની મેચમાં રવિવારે મોરક્કોએ બેલ્જિયમને હરાવ્યું હતું. મોરક્કોની આ જીત પછી હિંસા ભડકી ગઈ છે. બેલ્જિયમ પોલીસે એક ડઝનથી વધુ લોકોની અટકાયત કરી છે જ્યારે એકની ધરપકડ કરી છે. પ્રદર્શનકારીઓએ બ્રસેલ્સમાં એક કાર અને કેટલાંક ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લગાડી દીધી છે. રમખાણો બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં અનેક જગ્યાએ થયા છે. હિંસા કરનારાઓમાં ઘણાં લોકો મોરક્કોના ઝંડા સાથે જોવા મળ્યા હતા. તો લોકો પર કાબૂ મેળવવા માટે પોલીસે વોટર ટેન્ક અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

ફીફા વર્લ્ડ કપમાં બેલ્જિયમની કારમી હાર બાદ પ્રશંસકોએ ભારે તોડફોડ કરી અને જોરદાર હોબાળો પણ કર્યો. હોબાળા પછી પોલીસે અનેક વિસ્તારમાં કડક નાકાબંધી કરી તેમજ હિંસા કરનારા લોકોને ખદેડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા તેમજ પાણીનો મારો પણ કરવો પડ્યો. મોરક્કો વિરૂદ્ધ હારી જતાં રોષે ભરાયેલા લોકોએ અનેક જગ્યાએ આગ લગાડી તેમજ કાર પર પથ્થરો પણ ફેંક્યા. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મોરક્કો મૂળના કેટલાંક સમર્થક પોતાના દેશની જીત પર જશ્ન મનાવી રહ્યાં હતા.

મોરક્કો 24 વર્ષ પછી વર્લ્ડ કપમાં જીત્યું
મોરક્કોની ટીમે બેલ્જિયમને હરાવીને આ વિશ્વ કપમાં ત્રીજો મોટો ઉલટફેર કર્યો છે. આ પહેલાં સાઉદી આરબે આર્જેન્ટીનાને અને જાપાને જર્મનીને હરાવ્યું હતું. મોરક્કોએ બેલ્જિયમને 2-0થી હરાવીને વિશ્વ કપમાં પોતાની પહેલી જીત મેળવી છે. આ વર્લ્ડ કપના ઈતિહાસમાં મોરક્કોની ત્રીજી જીત છે. આ પહેલાં 1998માં જીત મેળવી હતી. ત્યારે મોરક્કોએ સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું હતું. જ્યારે મોરક્કોને પહેલી જીત 1986માં મળી હતી, ત્યારે મોરક્કોની ટીમે પોર્ટુગલને 3-1થી રહાવ્યું હતું. મોરક્કોની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ રમી રહ્યું છે.

રવિવારે રમાયેલી મેચમાં મોરક્કો તરફથી મેચમાં સાબિરી અને જકારિયાએ ગોલ કર્યા હતા. 22માં નંબરની મોરક્કોની ટીમ આ વર્લ્ડ કપમાં પહેલી જતી છે. આ પહેલાં ક્રોએશિયા સામેની મેચ ડ્રો થઈ હતી.

Back to top button