વજન ઉતારવાનો ઉત્તમ માર્ગ મોર્નિંગ વોક, જાણો તેના મહત્વના 6 ફાયદા
મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. સવારમાં ઝડપથી ચાલવાથી શરીરનાં બધાં જ અંગોને સારી એવી કસરત મળે છે. સવારમાં ખુલ્લી હવામાં વોક કરવાથી આખોય દિવસ ર્સ્ફૂતિ સાથે જાય છે અને બમણી એનર્જી સાથે કામ કરી શકીએ છીએ સવારની હવા પ્રદૂષણમુક્ત હોવાથી મોર્નિંગ વોક ફેફસાંને પણ હેલ્ધી બનાવે છે. જો તમે બહુ ઝડપથી વેઇટ રિડયુસ કરવા માગતાં હો તોપણ મોર્નિંગ બ્રિસ્ક વોકથી સરળ અને ઉત્તમ બીજો કોઈ વિકલ્પ નહીં મળે. આ સિવાય પણ મોર્નિંગ વોકના અનેક ફાયદા છે
વેઇટ રિડયુસ : વજનને ઉતારવા માટે શરીરમાં બે પ્રોસેસ થવી જરૂરી છે.પાચન થવું અને નકામી કેલરી બર્ન થવી. આ પ્રક્રિયા વોક કરવાથી વ્યવસ્થિત રીતે થાય છે અને વેઇટ રિડયુસ ઝડપથી કરી શકાય છે.
કંટ્રોલ સુગર લેવલ : મોર્નિંગ વોકનો બીજો ફાયદો એ છે કે તેનાથી ગ્લુકોઝ લેવલ ડાઉન થાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીએ તો અવશ્ય મોર્નિંગ વોકનો લાભ લેવો જોઈએ. જો નિયમિત મોર્નિંગ વોક કરવામાં આવે તો સુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
તણાવને ઓછો કરે : મોર્નિંગ વોક વજન ઉતારવાની સાથે તણાવને પણ ઓછો કરે છે. આપણી ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં તણાવ ન હોય તે વાત અશક્ય છે. કામથી માંડીને બીજા અનેક પ્રકારની વ્યાધિ દરેક લોકોને હોય છે. જો તમે નિયમિત બ્રિસ્ક વોકની મજા લેશો તો મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે અને હળવાશ અનુભવશો.
સ્નાયુ મજબૂત બને છે : જો નિયમિત મોર્નિંગ વોક કરવામાં આવે તો વજન ઊતરવાની સાથે સ્નાયુ પણ મજબૂત બને છે. તે મસલ્સ મજબૂત બનાવે છે. જો સવારમાં રોજ ઝડપથી અડધો કલાક ચાલવામાં આવે તો શરીરનાં બાહ્ય અંગોની સાથે આંતરિક અવયવોને પણ પૂરતી એક્સરસાઇઝ મળે છે અને શારીરિક ક્ષમતા વધે છે.
સારા કોલેસ્ટ્રોલને વધારે : આપણાં શરીરમાં બે પ્રકારનાં કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ એચડીએલ અને એક ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ. જો તમે નિયમિત મોર્નિંગ વોક કરશો તો તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે અને સારા કોલેસ્ટ્રોને વધારશે.
માનસિક ક્ષમતામાં વધારો : મોર્નિંગ વોકથી શારીરિક ફાયદા તો થાય જ છે, પણ સાથે સાથે માનસિક ક્ષમતામાં પણ વધારો થાય છે. મોર્નિંગ વોક કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. તેનાથી બ્રેઇન ફંક્શનની ક્ષમતા વધે છે. બ્રેઇનને વધુ ઓક્સિજનની જરૂર હોય છે. મોર્નિંગ વોક પૂરતા પ્રમાણમાં બ્રેઇનને ઓક્સિજન પૂરો પાડે છે.