MORNING NEWS CAPSULE
બેફામ કાર ચાલકે મહિલાને મારી ટક્કર
ગાંધીનગરમાં પીધેલી હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં ઘ 2 રોડ પર કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. જેના કારણે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ મળી આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના ઘ-2 પાસે અકસ્માત થયો છે. જેમાં SRP જવાનના પુત્રએ અકસ્માત સર્જ્યો છે. ગાડીમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી છે. મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા. તેમજ અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
વધુ વાંચો : ગાંધીનગરમાં બેફામ કાર ચાલકે મહિલાને ટક્કર મારી, કાર પર પોલીસ લખેલી નંબર પ્લેટ
ખર્ચના પૈસા ન આપતા પુત્રએ ગેલ સિલિન્ડરથી ઘર ફૂંકી માર્યુ
કચ્છમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને તમે પણ કહેશો કે, આવા તો કંઈ દીકરા હોતા હશે. ભુજના સુરપુરા ગામમાં કળિયુગના કપૂતે જે કર્યું તેનાથી ગામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.વાત ભુજના સુરપુરા ગામની છે. જ્યાં માતા-પિતા પાસે પુત્રએ ખિસ્સા ખર્ચ માટે પૈસા માંગ્યા હતા. પરંતુ, માતા-પિતા પાસે પૈસા નહોતા એટલે તેમણે પૈસા આપવાનો ઈન્કાર કર્યો, બસ આ સાંભળી મોબાઈલની ધૂનમાં મસ્ત બનેલો દીકરો ગુસ્સે થઈ ગયો. રોષમાં ભાન ભૂલેલા કુપુત્રએ માતા અને પિતાનું ગળુ દબાવી તેઓને ઢસડી માર માર્યો હતો. આટલેથી કળિયુગી કપૂતનો રોષ શમ્યો નહીં. જેથી, આરોપીએ ગેસ સિલિન્ડરને સળગાવી ઘર આગના હવાલે કરી પોતે બહાર ભાગી ગયો. જોકે, આ બાબતે સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી અને આગને કાબૂમાં લીધી હતી.
વધુ વાંચો : કચ્છમાં કપૂતની કરતૂત, ખર્ચના પૈસા ન આપતા પુત્રએ ગેલ સિલિન્ડરથી ઘર ફૂંકી માર્યુ
2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુ : સની દેઓલ
બીજેપી સાંસદ અને અભિનેતા સની દેઓલે એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તે 2024માં લોકસભા ચૂંટણી નહીં લડે. તેણે કહ્યું કે એક્ટર રહેવું મારી પસંદગી છે. મને લાગે છે કે મારે એક અભિનેતા તરીકે દેશની સેવા કરવી જોઈએ, જે હું કરી રહ્યો છું. તેણે કહ્યું કે તમે એક જ કામ કરી શકો. એક સાથે ઘણી વસ્તુઓ કરવી અશક્ય છે. જે વિચારસરણી સાથે હું રાજકારણમાં આવ્યો છું, તે તમામ બાબતો હું અભિનેતા હોવા છતાં કરી શકું છું.
વધુ વાંચો : 2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુઃ બીજેપી સાંસદ સની દેઓલ
PM મોદી દક્ષિણ આફ્રિકા જવા થયા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રવાના થયા છે. બ્રિક્સની આ બેઠકમાં પીએમ મોદી સાથે ઘણા દેશોના વડાઓ દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદી જોહાનિસબર્ગમાં સામ-સામે મુલાકાત કરી શકે છે, જોકે વિદેશ મંત્રાલય તરફથી જિનપિંગ સાથેની મુલાકાત વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી. દક્ષિણ આફ્રિકા બાદ પીએમ મોદી ગ્રીસના પ્રવાસે રવાના થશે, જેની જાણકારી ખુદ પીએમઓએ આપી છે.
વધુ વાંચો : BRICS Summit: PM મોદી દક્ષિણ આફ્રિકા જવા રવાના, BRICS સમિટમાં ભાગ લેશે
ઈસરોના વૈજ્ઞાનિકોએ આ કરી તૈયારી
ચંદ્રયાન-3 23 ઓગસ્ટની સાંજે ચંદ્ર પર ઉતરશે. દરેક દેશવાસી આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જો કોઈ કારણોસર ચંદ્રયાન ચંદ્ર પર ઉતરી શકતું નથી, તો શું તે ક્રેશ થશે અથવા અવકાશમાં ફરતું રહેશે કે પછી તે પૃથ્વી પર પાછું આવશે? આવા અનેક પ્રશ્નો આ સમયે લોકોના મનમાં ઘૂમી રહ્યા હશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આમ થશે અને ચંદ્રયાન-3 મિશન નિષ્ફળ જશે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે.
વધુ વાંચો : જો ચંદ્રયાન-3નું લેન્ડિંગ નિષ્ફળ જશે તો શું થશે? ઈસરોના વૈજ્ઞાનિકોએ આ તૈયારી કરી
શા માટે અમેરિકા છે ચિંતિત ? જાણો
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આજથી BRICS સમિટ શરૂ થઈ રહી છે. 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે બ્રિક્સની આ પ્રથમ ઑફલાઇન બેઠક હશે. 22 થી 24 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ સમિટમાં પોતાના ચલણમાં વેપાર કરવા પર પણ વાતચીત કરવામાં આવશે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ આ સમિટમાં આવવાની ના પાડી ચૂક્યા છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપશે. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ભાગ લેવા માટે મંગળવારે સવારે જોહાનિસબર્ગ જવા રવાના થઈ ગયા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બ્રિક્સની બહાર વાતચીત થશે કે કેમ? પીએમ મોદી અને શી જિનપિંગ છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં જી-20 બેઠક દરમિયાન મળ્યા હતા.
વધુ વાંચો : શું છે BRICS, જેમાં થઈ શકે છે મોદી-જિનપિંગ બેઠક? શા માટે અમેરિકા છે ચિંતિત ?
સુરત રેલવે સ્ટેશનની બહારથી 33 કિલો ગાંજા સાથે ઓરિસ્સાવાસીની ધરપકડ
સુરતમાં Say NO to Drugs મુહિમ ચાલી રહી છે ત્યારે પોલીસ એક્શનમાં આવી છે. જેમાં ઓરિસ્સાના ગંજામથી ટ્રેનમાં બેસી 3.32 લાખની કિંમતનો 33 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લઇને નીકળેલા 4 યુવકોમાંથી એકને સુરત ક્રાઇમ બ્રાંચે રેલવે સ્ટેશન બહારથી પકડી પાડયો હતો.મળતી વિગતો પ્રમાણે સુરત શહેર પોલીસ છેલ્લાં બે વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ પર પોલીસ બાજ નજર રખાઇ રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, 4 ઓરિસ્સાવાસી યુવકો ટ્રેનમાં બેસી ગાંજાનો મોટો જથ્થો લઇને સુરત આવી રહ્યા છે.
વધુ વાંચો : સુરત રેલવે સ્ટેશનની બહારથી 33 કિલો ગાંજા સાથે ઓરિસ્સાવાસીની ધરપકડ