ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં નશાબંધી મંડળમાં રૂપિયા 26 કરોડથી વધુનું કૌભાંડ

  • સાત વર્ષના ઓડિટ એક વર્ષમાં કરીને ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યુ
  • આગામી ઓડિટ દરમ્યાન વધુ કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ
  • કાર્યકારી મંત્રી સહિત સભ્યોએ ભેગા મળીને સરકારી ગ્રાંટનો ગેરવહીવટ કર્યો

અમદાવાદમાં નશાબંધી મંડળમાં રૂપિયા 26 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજય-કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો અંગત કામમાં ઉપયોગ કર્યાનો આરોપ છે. તેમાં પ્રમુખે વાંધો ઉઠાવતા તેમને ગ્રૂપમાંથી રિમૂવ કરીને હટાવવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમજ ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરીને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.

આ પણ વાંચો: ક્રિકેટ જગતમાં સન્નાટો: યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના સામે પોલીસ ફરિયાદ

કાર્યકારી મંત્રી સહિત સભ્યોએ ભેગા મળીને સરકારી ગ્રાંટનો ગેરવહીવટ કર્યો

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી નશાબંધી મંડળની ગુજરાત એકમના કેટલાંક ટ્રસ્ટીઓ, કાર્યકારી મંત્રી સહિત સભ્યોએ ભેગા મળીને સરકારી ગ્રાંટનો ગેરવહીવટ કરીને 13 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. જેમાં પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, રાજ્ય સરકારના પૂર્વ અધિકારી કે.પી.વાઘેલા અને મંડળના કાર્યકારી મંત્રી જીતેન્દ્ર અમીન સહિતના ટ્રસ્ટીઓના નામ છે તેમણે ફ્ંડમાં ગેરરીતિ આચરીને નશાબંધી મંડળ સાથે અત્યાર સુધી કુલ 26 કરોડથી પણ વધુ રૂપિયાનું નુકસાન પહોચાડયા હોવાનો આરોપ મૂકાયો છે.

સાત વર્ષના ઓડિટ એક વર્ષમાં કરીને ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યુ

જેમાં સાત વર્ષના ઓડિટ એક વર્ષમાં કરીને ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યુ છે. આ કેસમાં નશાબંધી મંડળના પ્રમુખે સમગ્ર મામલે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરીને હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરી છે. નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ વિવેક દેસાઇએ જણાવ્યુ હતુ કે મંડળના કેટલાંક ટ્રસ્ટીઓ, કાર્યકારી મંત્રી અને સભ્યો દ્વારા 26 કરોડથી વધુ રૂપિયાની ગેરરીતિ આચરાઈ છે. તેમાં ટ્રસ્ટીઓમાં રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી કરસનદાસ સોનેરી, પૂર્વ અધિકારી કે.પી.વાઘેલા અને કાર્યકારી મંત્રી જિતેન્દ્ર અમીન દ્વારા સત્તાનો દૂર ઉપયોગ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવતી ગ્રાંટનો દુરુપયોગ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2021માં તે નશાબંધી મંડળ ગુજરાતના પ્રમુખ તરીકે જોડાયા ત્યારે તેમના ધ્યાનમાં સમગ્ર બાબત આવી હતી કે કરશનદાન સોનેરી, કેપી વાઘેલા અને જિતેન્દ્ર અમીન ટ્રસ્ટના નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યાં છે.

આગામી ઓડિટ દરમ્યાન વધુ કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ

મંડળના તાબામાં આવતી પાલનપુર, રાજકોટના વિરનગર, અમદાવાદ, સુરત અને મહુધામાં હોસ્પિટલમાં આવેલા નશામુક્તિ સેન્ટરના ખર્ચ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રૂ.2.11 કરોડની ગ્રાન્ટ દરવર્ષે આપવામાં આવે છે. પરંતુ આ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ ન કરીને પોતાના વાહનોમાં ઈંધણ સહિતના ખર્ચમાં વાપરતા હતા. કર્મચારીઓના પગારને લઇને પણ વિવાદ થયો છે. જેમાં કર્મચારીઓને પગાર ધોરણ પ્રમાણેના નાણાં ચુકવાતા નથી આ મામલે 17 જેટલા નિરીક્ષકોને નોકરીમાંથી છુટા કરાયા છે. સમગ્ર મામલે મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી એવા વિવેક દેસાઇ અને અચ્યુતભાઇ સહિતના કેટલાક ટ્રસ્ટીઓએ વિરોધ કરતા બહુમતીના જોરે તેમને પ્રમુખપદેથી હટાવવાનો ઠરાવ પસાર કરવાની સાથે ખોટા સિક્કાઓ મારીને બેન્કમાં તેમની સહિ ન ચાલે તેવા નિર્ણય લીધા હતા. હાલમાં આ મંડળમાં કુલ 14 ટ્રસ્ટીઓ છે. જ્યારે આગામી ઓડિટ દરમ્યાન વધુ કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ છે.

Back to top button