

ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં બે દિવસના ઘટાડા બાદ આજે ફરી કેસમાં વધારો થયો છે. આજે રાજ્ય માં કોરોના ના કેસ 9૦૦ થી વધુ કેસ સામે આવ્યાં છે. સાવચેતી નહીં રાખો તો હજુ પણ આ આકડો વધી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 979 કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોના સંક્રમણથી 873 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ 5781 કોરોના નાં એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5767 દર્દીઓ ની હાલત સ્થીર છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,34,243 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,964 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજે ગુજરાત રાજય માં જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ માં સૌથી વધુ 335, મહેસાણામાં 103, વડોદરા કોર્પોરેશન માં 66, સુરત કોર્પોરેશન માં 49, કચ્છ જિલ્લા માં 46, રાજકોટ કોર્પોરેશન માં 33, ભાવનગર કોર્પોરેશન માં 31, ગાંધીનગર માં 27, ગાંધીનગર કોર્પોરેશન માં 24, બનાસકાંઠા માં 23, સુરત માં 23, રાજકોટ માં 22, ભરૂચ માં 21, મોરબી માં 20, પાટણ માં 18, સાબરકાંઠા માં 18, આણંદ માં 16, નવસારી માં 15, વલસાડ માં 12, અને અમરેલી માં 11 એમ કુલ ગુજરાત રાજયમાં આજે 979 કેસા નોંધાયા છે.