નેશનલ

કૃમિનાશક દવા લીધા બાદ 80થી વધુ બાળકો બીમાર, પરિવારજનોનો હોબાળો

Text To Speech

શાળાઓમાં બાળકોને કૃમિ દૂર કરવા માટે દવા આપવામાં આવી. બિહારનાં ભાગલપુર અને મુંગેરમાં કૃમિ દૂર કરવા માટેની  દવાની આડ અસરને કારણે અંદાજે 80થી વધુ બાળકો બીમાર પડ્યા છે, તો મુંગેરમાં 50થી વધુ બાળકોને આ દવાની આડ અસરો થઇ હોવનું સામે આવી રહ્યું છે. બાળકોમાં મોટા ભાગે દવા અપાયા પછી ઉલ્ટી અને ઝાડાની બીમારી નોંધવામાં આવી છે. ઘણા બાળકો દવાનાં સેવન પછી ટપોટપ બેહોશ પણ થઇ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. તમામ બિમાર બાળકોમાંથી લગભગ અડધા ડઝનને ઓક્સિજન સપોર્ટ પર મૂકવા પડ્યા છે.

ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ શાળામાં હંગામો મચાવ્યો અને ANM રંજીતા કુમારીને બંધક બનાવીને મારપીટ કરી. જ્યારે ANMને બાનમાં લેવામાં આવ્યા ત્યારે શિક્ષકો ભાગી ગયા હતા. આપને જણાવી દઇએ કે, સરકારે એક સપ્તાહની અંદર તમામ બાળકોને કૃમિનાશક દવા આપવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. પરંતુ આ ઘટનાઓએ અભિયાન સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાને પગલે ગ્રામજનોએ શાળાઓમાં તોડફોડ પણ કરી હતી. હંગામો જોઈ શાળાના શિક્ષકો ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ડીસીએલઆર સદર ઉપરાંત નાથનગર બીડીઓ, સીઓ અને ડોકટરોની ટીમ શાળાએ પહોંચી હતી. ANMને મુક્ત કર્યા પછી, અધિકારીઓએ એમ્બ્યુલન્સ દ્વારા બીમાર બાળકોને સારવાર માટે રેફરલ હોસ્પિટલ નાથનગર મોકલ્યા. ઘણા પરિવારો જાતે જ બાળકોને હોસ્પિટલ લઈ ગયા.

ડીસીએલઆર સદર ગિરીજેશ કુમારે કહ્યું કે તમામ બીમાર બાળકોની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. તમામ બાળકો ખતરાની બહાર છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સાંસદ અજય મંડલે જણાવ્યું કે બાળકોના ખરાબ સ્વાસ્થ્ય અંગે ગ્રામજનો દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ પછી તેણે ડીએમ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. આ એક ગંભીર બાબત છે. તેમને તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. 

Back to top button