5 પેઢીના 70 થી વધુ લોકો એકસાથે મતદાન મથક પર પહોંચ્યા, 1-1 મતનું મહત્ત્વ સમજાવ્યું
જોધપુર, 26 એપ્રિલ : લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. રાજસ્થાનના જોધપુરમાં એક જ પરિવારની પાંચ પેઢીના 70 લોકો તૈયાર થઇ મતદાન માટે પહોંચ્યા હતા. જ્યાં મતદાન ઘટી રહ્યું છે તેવા વિસ્તારો માટે આ તસવીર ચોક્કસપણે પ્રેરણારૂપ બનશે. પુરુષોએ રાજસ્થાની પાઘડી પહેરી હતી જ્યારે મહિલાઓએ લાલ બંધાણી સાડી પહેરી હતી. આ પરિવારમાં જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તેવા યુવા અને જેઓ ભવિષ્યમાં મતદાર બનશે તેવા બાળકો પણ હાજર હતા.
આ જ પરિવારના એક સભ્યએ જણાવ્યું કે અમે ગઈકાલે નક્કી કર્યું હતું કે આપણે લોકશાહીનો તહેવાર ઉત્સાહ સાથે ઉજવવો છે. અમે વિચાર્યું હતું કે પુરુષો રાજસ્થાનની સંસ્કૃતિનું પ્રતિક ધરાવતી પાઘડી પહેરશે અને મહિલાઓ બાંધણી સાડી પહેરશે. અમારા પરિવારના કેટલાક લોકો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે. અમે લોકોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે તેઓએ મતદાન કરવું જ જોઈએ, ભારતનું નામ વિશ્વની સૌથી શક્તિશાળી લોકશાહી તરીકે ઓળખાય.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનની જોધપુર સીટ પરથી ભાજપની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે રાજપૂત સમુદાયમાંથી કરણ સિંહને મેદાનમાં ઉતાર્યા છે, 2014 અને 2019માં પણ ગજેન્દ્ર સિંહ શેખાવત આ બેઠક પરથી જીત્યા હતા, તેથી આ વખતે પણ ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા છે.
આ પણ વાંચો :નકલી CBI અધિકારી બનીને આવેલો અંકિત મતદાન મથકની બહાર ઝડપાઈ ગયો