ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર-કર્મચારીની 60 ટકાથી વધુ જગ્યાઓ હજુ ખાલી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2023/05/Gujarat-University-.jpg)
- યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી
- તાજેતરમાં એ પ્લસ ગ્રેડ સાથે માન્યતા આપી દેવાઈ છે
- યુનિવર્સિટીની અનેક ખામીઓ-વિશેષતાઓ ઘ્યાને આવી છે
ગુજરાત યુનિવર્સિટીને નેકના ઇન્સપેક્શન બાદ તાજેતરમાં એ પ્લસ ગ્રેડ સાથે માન્યતા આપી દેવાઈ છે પરંતુ નેક દ્વારા જાહેર કરાયેલા તપાસ રિપોર્ટમાં યુનિવર્સિટીની અનેક ખામીઓ-વિશેષતાઓ ઘ્યાને આવી છે.
યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી
ખાસ કરીને યુનિવર્સિટીમાં ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની 60 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. જો કે યુનિવર્સિટીનું વિશાળ લેવિશ-સારું કેમ્પસ તેમજ ડિજિટલ લાયબ્રેરી સહિતની ફેસિલિટીને નેક ટીમે તપાસમાં સારા પાસાઓમાં ગણાવ્યા છે.
યુનિવર્સિટીની અનેક ખામીઓ-વિશેષતાઓ ઘ્યાને આવી છે
ગુજરાત યુનિવર્સિટીમાં હાલ અઘ્યાપકો-ટીચિંગ પોસ્ટની મંજૂર થયેલી 210 જગ્યાઓમાંથી 107 જગ્યા જ ભરાયેલી છે અને 103 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ-નોન ટીચિંગ સ્ટાફની 592 મંજૂર જગ્યાઓમાંથી 182 જગ્યાઓ જ ભરાયેલી છે અને 412 જગ્યાઓ ખાલી પડી છે. આમ કુલ 804 જગ્યાઓમાંથી 289 એટલે કે માંડ 35 ટકા જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને 515 જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ