ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

મોટો ખુલાસો: 3માંથી 2 ભારતીય ઇન્ફ્લુએન્સરના 60%થી વધુ Instagram ફૉલોઅર્સ ફેક

Text To Speech

નવી દિલ્હી, 27 એપ્રિલ: ભારતના ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીની કિંમત રૂ. 1800 કરોડથી વધુ છે, પરંતુ શું તમે માનશો કે તમામ ઇન્ફ્લુએન્સરમાંથી માત્ર થોડા જ લોકો પાસે રિયલ ફૉલોઅર છે? હા, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પ્લેટફોર્મ KlugKlugના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં દર ત્રણમાંથી બે, એટલે કે લગભગ 58.5%  Instagram પ્રોફાઇલના 60%થી વધુ ફૉલોઅર્સ નકલી છે. ઇન્ફ્લુએન્સર તેમની પહોંચ વધારવા અને બ્રાન્ડ્સને આકર્ષવા માટે પૈસા ચૂકવીને નકલી ફૉલોઅર્સ ખરીદે છે.

80 લાખમાંથી માત્ર 24.8 લાખ પ્રોફાઇલના જ સાચા ફૉલોઅર્સ

રિપોર્ટ અનુસાર ફેક ફૉલોઅર્સ વધવાનો ટ્રેન્ડ સૌથી વધુ બ્યુટી અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી બ્રાન્ડ્સ પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર સાથે કેમ્પેન કરે છે અને તેમને તેમના બ્રાન્ડ ઝુંબેશનો એક ભાગ બનાવે છે, પરંતુ તેઓ એ પણ જાણતા નથી કે ફેક ફૉલોઅર્સના કારણે તેમને આર્થિક નુકસાન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ઓડિટ કરાયેલ 80 લાખ પ્રોફાઇલમાંથી માત્ર 24.8 લાખ પ્રોફાઇલના જ સાચા ફૉલોઅર્સ છે.

કેવી રીતે બને છે ફેક ફૉલોઅર્સ?

KlugKlugના કૉ-ફાઉન્ડર કલ્યાણ કુમારનું કહેવું છે કે અત્યારે ભારત ફેક ફોલોઅર્સનો સૌથી મોટો ખરીદનાર અને વેચનાર છે. ફેક ફૉલોઅર્સની આ ગેમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બ્રાઝિલ અને ઈન્ડોનેશિયામાં પણ મોટા પાયે ચાલી રહી છે. રશિયા અને તુર્કી પણ સિન્થેટિક ફોલોઅર્સના એક્સપોર્ટર રહ્યા છે. આ ફૉલોઅર્સ છે જે AI અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. આવી પ્રોફાઇલને અસલી ફૉલોઅર્સ તરીકે વેચવામાં આવે છે. મિડલ ઈસ્ટમાં પણ નકલી ફૉલોઅર્સનું ચલણ વધ્યું છે.

થોડા રૂપિયામાં ઘણા બધા ફૉલોઅર્સ મળે છે

રિપોર્ટ અનુસાર, એક હજાર ફેક ફૉલોઅર્સ ખરીદવા માટે માત્ર 8 થી 10 રૂપિયા ખર્ચવા પડે છે. કેટલીકવાર Instagramપર એક હજાર ફૉલોઅર્સ માટે 50 રૂપિયા પણ વસૂલવામાં આવે છે. ભારતમાં ઇન્ફ્લુએન્સર્સ આડેધડ નકલી ફોલોઅર્સ ખરીદી રહ્યા છે. હવે ઓછા જાણીતા ઇન્ફ્લુએન્સર્સ પણ નકલી ફોલોઅર્સ ખરીદવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે તેમનો બિઝનેસ વધુ વધી રહ્યો છે.

આ પણ વાંચો: હવે ફિંગરપ્રિન્ટ અને FaceIDથી ખુલશે WhatsApp, આવી રીતે યુઝ કરો નવું ફીચર

Back to top button