પાકિસ્તાનની જેલમાં બંધ છે 500 થી વધુ માછીમારો, સરકારે કર્યો સ્વીકાર
રાજ્યમાં સૌથી મહત્વનું વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આ વચ્ચે પ્રશ્નોની ચર્ચા દરમિયાન ઘણાં જરૂરી જવાબો પણ લોકોની સામે આવી રહ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકારને સવાલ કરવામાં આવ્યો કે, કેટલાં માછીમાર લોકો હજી પાકિસ્તાનની જેલમાં બંધક છે ? આ અંગે સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યના 560 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે.
આ પણ વાંચો : વિધાનસભા ગૃહની કામગીરીનું જીવંત પ્રસારણ ક્યારે, સત્તા પક્ષમાંથી જ કોઈએ કર્યો સવાલ !
છેલ્લા બે વર્ષના આંકડા ઉપર નજર કરીએ તો પાકિસ્તાને વર્ષ 2021માં કુલ 193 માછીમારોની ધરપકડ કરી હતી. જ્યારે વર્ષ 2022માં કુલ 81 માછીમારોની ધરપકડ કરી હતી. બે વર્ષમાં પાકિસ્તાને ગુજરાતના કુલ 274 માછીમારોની ધરપકડ કરી છે. માછીમારી કરવા માટે દરિયામાં જતા માછીમારો જળસીમામાં પાકિસ્તાનની બોર્ડર તરફ જતા રહેતા હોય છે ત્યારે પાકિસ્તાન દ્વારા આ માછીમારોને બંધક બનાવી લેવામાં આવે છે અને ગોંધી રાખવામાં આવે છે.
પાકિસ્તાન જળસીમામાંથી જ્યારે માછીમારોને પકડી લેવામાં આવે છે ત્યારે તેઓની બોટ પણ જપ્ત થઈ જતા માછીમારોને આર્થિક નુકસાન પણ પહોંચે છે અને વર્ષો સુધી તેમને છોડવામાં ન આવતા માછીમારો અને તેમના પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં GST વિભાગમાં મોટાપાયે ફેરફાર, 76 અધીકારીઓની બદલી