ગુજરાત

500થી વધુ તબીબો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેસરિયાં કરશે

Text To Speech

અમદાવાદઃ હાલ સમગ્રમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે આ માહોલ વચ્ચે આજે મોટી સંખ્યામાં તબીબો ભાજપમાં જોડાવવાના છે. 500થી વધુ તબીબો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં હાલમાં ચૂંટણીનો જંગ જામ્યો છે.

દિવ મ્યુનિ. કોર્પોરેશનના કોંગ્રેસના સાત સભ્‍યો ભાજપમાં જોડાયા
સંઘપ્રદેશ દિવ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર એક દાયકાથી શાસન કરતી કોંગ્રેસ સાથે ખેલા હોબે થયો હોય તેમ સાત કોંગી સભ્‍યોએ એકાએક ભાજપમાં પ્રવેશ કરી ભગવો ખેસ અને ટોપી પહેરતા રાજકારણ ગરમાયું છે. આજે દિવ-દમણના ભાજપ પ્રભારીની હાજરીમાં યોજાયેલા સમારોહમાં સાતેય કોંગ્રેસના સભ્‍યોએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો છે. આમ, આગામી બેએક મહિનામાં આવી રહેલ દિવ મ્‍યુનિસિપાલિટીની ચૂંટણી પહેલા સંઘપ્રદેશ દિવ કોંગ્રેસ મુકત થઇ રહ્યાનો દાવો ભાજપના નેતાઓ કરી રહ્યા છે.

Back to top button