ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વાહનનું કાચું લાઇસન્સ લેનાર 50 ટકાથી વધુ મહિલાઓ ડ્રાઇવિંગ ટેસ્ટ નથી આપતી

  • 137 માંથી 75 ટ્રાન્સજેન્ડરે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો
  • 49220 પુરુષોએ અંગત કારણોસર ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો નથી
  • 11 મહિનામાં 42,804 મહિલામાંથી 16,236એ જ ટેસ્ટ આપી

અમદાવાદમાં વાહનનું કાચું લાઇસન્સ લેનાર 50 ટકાથી વધુ મહિલાઓ ડ્રાઇવિંગ ટેસ્ટ આપતી નથી. જેમાં કાચું લાઇસન્સ લેનાર મહિલાઓમાંથી અડધોઅડધે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો જ નથી. 11 મહિનામાં 42,804 મહિલામાંથી 16,236એ જ ટેસ્ટ આપી છે. તેમજ માત્ર 16236 મહિલાએ પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ

49220 પુરુષોએ અંગત કારણોસર ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો નથી

49220 પુરુષોએ અંગત કારણોસર ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો નથી. સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTO વિસ્તારની આઇટીઆઇ અને WIAA સેન્ટરમાં છેલ્લા 11 માસમાં કુલ 156284 વાહન ચાલકોએ વાહનના કાચા લાઇસન્સની પરીક્ષા આપી છે. આમાંથી કાચા લાઇસન્સની પરીક્ષા પાસ કરનાર 42804માંથી 26568 મહિલાએ ડ્રાઇવિંગ ટેસ્ટ જ આપ્યો નથી. જ્યારે 16236 મહિલાએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને પાકું લાઇસન્સ મેળવ્યું છે. કાચા લાઇસન્સની પરીક્ષા પાસ કરનાર કુલ 113480 માંથી 64260 પુરુષોએ પાકું લાઇસન્સ મેળવ્યું છે. 49220 પુરુષોએ અંગત કારણોસર ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો નથી.

આ પણ વાંચો: ખેડામાં નશાકારક સીરપકાંડમાં વધુ એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલે પહોંચ્યો

36,2965 માંથી 2,12,380 પુરુષોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો

શહેરની બંને આરટીઓ કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષમાં એટલેકે કોરોનાકાળથી અત્યાર સુધીમા 1,32,368માંથી 5,52,89 મહિલાઓએ વાહનનું પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે કાચા લાઇસન્સની પરીક્ષા આપી હતી અને પાસ પણ કરી હતી. પરંતુ 77,079 મહિલાએ અંગત કારણસર અને એપોઇન્ટમેન્ટની સમસ્યાના લીધે ડ્રાઇવિંગ ટેસ્ટ જ આપ્યો નથી. આવી જ રીતે ત્રણ વર્ષમાં કાચા લાઇસન્સની પરીક્ષા પાસ કરનાર કુલ 36,2965 માંથી 2,12,380 પુરુષોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો છે. જ્યારે 15,0576 પુરુષો ટેસ્ટ આપવા જ આવ્યા નથી.

આ પણ વાંચો: હિંડનબર્ગના નુકસાનને રિકવર કરવા અદાણીની મોટી યોજનાની જાહેરાત 

137 માંથી 75 ટ્રાન્સજેન્ડરે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો

બંને આરટીઓમાં વર્ષ 2021થી 2023 સુધીમાં કુલ 495333 અરજદારોએ કાચા લાઇસન્સની પરીક્ષા પાસ કરી હતી. આમાંથી 2,27,664એ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો જ નથી. જ્યારે 267669 એ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યો છે. કુલ 137 માંથી 75 ટ્રાન્સજેન્ડરે ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો છે અને 62 ટેસ્ટ આપ્યો નથી. ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી શકતા લોકોને કાચું લાઇસન્સ એક્ષ્પાયર થઇ જાય તો તેને રીન્યુ કરાવવા સહિત પાકાં ડ્રાઇવિંગની ટેસ્ટની ફી ભોગવવી પડે છે. જેથી વાહનવ્યવહાર વિભાગે લોકોની સુવિધા માટે ઝડપથી વાહનના ડ્રાઇવીંગ ટેસ્ટની તારીખ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

Back to top button