ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

પેરાસિટામોલ સહિત 50થી વધુ દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં થઈ ફેલ! જૂઓ યાદી

Text To Speech
  • સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓગસ્ટ મહિનાની યાદી બહાર પાડવામાં આવી

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: તાવમાં લેવાતી પેરાસિટામોલ દવા ક્વોલિટી પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થઈ છે. આ સિવાય કેલ્શિયમ, વિટામિન ડી, ઘણી એન્ટી-ડાયાબિટીસ દવાઓ પણ આ યાદીમાં સામેલ છે. આ યાદી ભારતીય દવા નિયમનકાર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે, જે ઓગસ્ટ મહિના માટેની છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 50થી વધુ દવાઓ છે, જે પ્રમાણભૂત ક્વોલિટીની નથી. અગાઉ જૂનમાં પણ આવી જ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં પેરાસિટામોલ સહિત 52 દવાઓના નામ હતા.

કઈ-કઈ દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં થઈ ફેલ?

ક્વોલિટીની ચકાસણી માટે, દર મહિને રેન્ડમલી વિવિધ રાજ્યોમાંથી દવાઓના નમૂના લેવામાં આવે છે અને પછી તેનું પરીક્ષણ કરવામાં આવે છે. વિટામિન C અને D3 દવાઓ શેલ્કલ, વિટામિન B કોમ્પ્લેક્સ અને વિટામિન C સોફ્ટજેલ, એન્ટાસિડ પેન-ડી, પેરાસિટામોલ ટેબ્લેટ્સ IP 500 mg, ડાયાબિટીસની દવા Glimepiride, હાઈ બ્લડ પ્રેશરની દવા Telmisartan વગેરે સહિત 53 દવાઓ છે, જે ક્વોલિટી ટેસ્ટમાં પાસ થઈ શકી નથી.

આ દવાઓનું મેન્યુફેક્ચર એલ્કમ હેલ્થ સાયન્સ યુનિટ-2, મેજ લાઈફસાયન્સ, મેસર્સ પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ સ્કોટ એડિલ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. સરકારી ડેટામાં દવાઓના મેન્યુફેક્ચરિંગની તારીખ, એક્સપાયરી ડેટ, બેચ નંબર, પ્રોડક્ટનું નામ વગેરેની વિગતો આપવામાં આવી છે. પેરાસિટામોલ ટેબ્લેટ્સ IP 500 mg, જેનું ઉત્પાદન M/s કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્મા દ્વારા કરવામાં આવે છે, તે પણ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ સાબિત થઈ છે. 

આ ઉપરાંત, કોલકાતાની એક દવા-પરીક્ષણ લેબોરેટરીએ એલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક્સ કલેવમ 625 અને પેન ડી નકલી હોવાનું શોધી કાઢ્યું છે. આ જ લેબોરેટરીએ હૈદરાબાદ સ્થિત Hetero’s Sepodem XP 50 Dry Suspensionને ઓળખી કાઢ્યું છે, જે ગંભીર બેક્ટેરિયલ ચેપ ધરાવતા બાળકો માટે સૂચવવામાં આવે છે, જેને ખરાબ બતાવવામાં આવી છે.

આ પણ જૂઓ: અરે બાપ રે, ખાદ્ય પદાર્થોમાં કેન્સર પેદા કરતું ઝેર! આ વાતો જાણીને ડરી જશો

Back to top button