અમદાવાદએજ્યુકેશનગુજરાત

10 જિલ્લાની 4500થી વધુ શાળાઓએ ફી વધારો માંગ્યો, 5થી 15 ટકા વધી શકે છે ફી…..

Text To Speech

વધતી મોંઘવારી વચ્ચે ગુજરાતના 10 જિલ્લાના વાલીઓને ફી વધારાનો ડામ સહન કરવો પડી શકે છે. કારણ કે સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓએ ફી વધારવા માટે FRC સમક્ષ માંગ કરી છે. 10 જિલ્લાની અંદાજીત 4500 સ્કૂલોએ ફી વધારવા એફિડેવિટ કર્યા. FRC કમિટીના સભ્ય અજય પટેલે નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ 2022-23માં 5 ટકા થી 15 ટકા સુધી વધારવા કરી આપવામાં આવે. કોરોના મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષથી શાળાઓને ફી વધારો મળ્યો નથી જેથી હવે જયારે પરિસ્થિતિ કાબૂમાં છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 4500થી વધુ શાળાઓએ એફઆરસી સમક્ષ ફી વધારાની માંગણી કરી છે.

શિક્ષકોના પગાર વધારાનું કારણ આગળ ધર્યું
શાળા સંચાલકોએ ફી વધારાની માંગણી સાથે કારણો પણ રજૂ કરવાના હોય છે. જેમાં મોટાભાગના શાળા સંચાલકોએ ફી વધારો કરવાનાં કારણો આપ્યા છે કે બે વર્ષથી કોરોનામાં ફી વધારો કરી શક્યા નથી, બે વર્ષથી શિક્ષકોને પણ પગાર વધારો મળ્યો નથી તેથી હવે શિક્ષકોનો પણ પગાર વધારવો છે.

આ ઉપરાંત મહામારીના વર્ષમાં સરકારે 25% ફીમાં રાહત આપી હતી તેના લીધે પણ નુકસાન થયું છે. અનેક વાલીઓ એવા છે જેમણે કોરોના મહામારી દરમિયાન કોઈએ 6 મહિનાની તો કોઈએ બે-બે વર્ષથી ફી નથી ભરી જેના કારણે શાળાને સૌથી વધુ નુકસાન થયું છે. આવા તમામ કારણો રજૂ કરીને સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 4500થી વધુ શાળાઓએ એફઆરસીમાં ફી વધારા માટે દરખાસ્ત કરી છે.

સૌરાષ્ટ્રની 200થી વધુ શાળાઓએ તો 10%થી વધુનો ફી વધારો માંગ્યો છે. જો કે એફઆરસી આગામી જુલાઈ માસ સુધીમાં સૌરાષ્ટ્રની દરેક સ્કૂલની ફી નિર્ધારિત કરી દેશે તેવું જણાવ્યું છે. ફી રેગ્યુલેશન કમિટી હાલ જે શાળાઓની ફી વધારા માટેની દરખાસ્ત આવી છે તેની ચકાસણી કરી રહી છે.

Back to top button