ગુજરાતના આ વિસ્તારમાં 400થી વધુ લોકોને થયુ ફૂડ પોઈઝનિંગ
- કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- દર્દીઓને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
- માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ
ગુજરાતના જસદણના ગોખલાણા વિસ્તારમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેમાં દર્દીઓને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઇ હતી. તેમજ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું અને તમામ કામગારી કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં દૂષિત પાણી છોડતા પ્રોસેસ હાઉસ ઉપર તોળાતો ખતરો
માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ
ઉલ્લેખનીય છે કે જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તેમાં ફૂડ પોઈઝનિંગની અસર સૌથી વધુ નાના બાળકોને થઇ છે. તેમજ ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી હતી. ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી હતી. જેમાં અસરગ્રસ્તોને જણદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગોખલાણા ગામમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
જમવામાં ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી. તેમજ ઘટના સ્થળે 108 એમબ્યુલન્સ દોડી આવી હતી. અને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.