અમેરિકામાં 40 હજારથી વધુ ગુજરાતી ગેરકાયદેસર, જાણો કેટલાને આશ્રય મળશે


- અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસનારા 41,330 ગુજરાતી
- અમેરિકન સરકારે ‘અસાઈલમ એક્ટ’ અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી
- 35,990 નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો
અમેરિકામાં 40 હજારથી વધુ ગુજરાતી ગેરકાયદેસર ઘૂસ્યા છે જેમાં 13%ને આશ્રય મળશે બાકીના પાછા ભારત મોકલાશે. ટ્રમ્પ સરકાર રચાવાની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસનારા 41,330 ગુજરાતીમાંથી 5,340 નાગરીકોને અમેરિકન સરકારે ‘અસાઈલમ એક્ટ’ અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી છે, અન્ય નાગરિકોને પાછા રવાના કરશે.
35,990 નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો
2024માં 67,391 ભારતીય નાગરિકોએ ગેરકાયદે અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જેમની અરજીઓ પરના નિર્ણય હજુ પેન્ડિંગ છે જે થોડા મહિના પછી જાહેર થશે. હાલમાં અમેરિકન સરકારે જાહેર કરેલા 2023માં 41,330 ભારતીય નાગરિકોમાંથી 5340ને અસાઈલમ એટલે કે આશ્રય આપ્યો છે. જેમાંથી 35,990 નાગરિકોને ભારત પરત ફરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતના 5430 નાગરિકોને માન્યતા મળી
ત્રણ વર્ષ પહેલા જે સંખ્યા હતી તેના કરતાં 2022માં ત્રણ ગણી વધી હતી અને 2025માં તે દસ ગણી વધવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં છેલ્લી સુનાવણી સુધી અમેરિકન સરકારે કુલ 54350 ગેરકાયદે રીતે રહેતા નાગરિકોને અસાઈલમના કાયદા હેઠળ અમેરિકામાં રહેવાની માન્યતા આપી છે જેમાંથી ગુજરાતના 5430 નાગરિકોને માન્યતા મળી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCની નવી યોજના સોલર લગાવનારને ટેક્સમાં રિબેટ મળશે