ગુજરાતટ્રેન્ડિંગ

લો બોલો, અમદાવાદમાં રખડતા કૂતરાં પકડવાની 7 મહિનામાં 4 હજારથી વધુ ફરિયાદ

Text To Speech
  • રખડતા પશુ પકડવા મામલે ઢોરત્રાસ અંકુશ પોલીસી-2023નો અમલ
  • ખસીકરણ કરવા અલગ અલગ સંસ્થાઓને મ્યુનિ.તંત્રે કામગીરી આપેલી છે
  • જયારે આ સમય દરમિયાન રખડતા પશુ પકડવા 782 ફરિયાદ મળી

સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા પશુ પકડવા મામલે ઢોરત્રાસ અંકુશ પોલીસી-2023નો અમલ થઈ રહયો છે. બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાં પકડવા અંગે મ્યુનિસિપલ તંત્રને ચાર હજારથી વધુ ફરિયાદ મળી છે. જયારે આ સમય દરમિયાન રખડતા પશુ પકડવા 782 ફરિયાદ મળી છે.

ખસીકરણ કરવા અલગ અલગ સંસ્થાઓને મ્યુનિ.તંત્રે કામગીરી આપેલી છે

અમદાવાદના જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરાઈ હતી. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા આદેશ કરતા ઢોરત્રાસ અંકુશ પોલીસીનો ઓગસ્ટ-2023થી અમલ કરવામાં આવી રહયો છે. જયારે શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાં પકડી તેના ખસીકરણ કરવા અલગ અલગ સંસ્થાઓને મ્યુનિ.તંત્રે કામગીરી આપેલી છે. આમ છતાં શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા કૂતરાંનો ત્રાસ યથાવત જોવા મળી રહયો છે. આ કારણથી છેલ્લા સાત મહીનામાં રખડતા કૂતરાં પકડવાની ચાર હજારથી વધુ ફરિયાદ મ્યુનિ.ના ઢોરત્રાસ અંકુશ વિભાગને મળવા પામી હતી.

રખડતા પશુ પકડવા 782 ફરિયાદ મળી છે

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદના જાહેર માર્ગ ઉપરથી રખડતા પશુઓ પકડવા મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.આમ છતાં વિવિધ વિસ્તારોમા રખડતા પશુઓએ જીવલેણ હૂમલો કર્યા બાદ કેટલાક લોકોને તેમનો જીવ પણ ગુમાવવો પડયો છે. હાલમાં પણ શહેરના મોટાભાગના વિસ્તારમા રોડ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહયો છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાં પકડવા અંગે મ્યુનિસિપલ તંત્રને ચાર હજારથી વધુ ફરિયાદ મળી છે. જયારે રખડતા પશુ પકડવા 782 ફરિયાદ મળી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ મંદિરમાં અન્નકૂટની લૂંટ માટે 85 ગામના લોકોને આમંત્રણ અપાયું

Back to top button