ભાજપમાં 182 બેઠક માટે 3500થી વધુ દાવેદારો પણ માંગરોળ અને ઘાટલોડિયા બેઠક પર માત્ર એક જ દાવેદાર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉમેદવારી નોંધાવવામાં રાફડો ફાટ્યો છે. તો કેટલીક જગ્યા એવી છે જ્યાં માત્ર એક જ ઉમેદવારની દાવેદારી નોંધાવવામાં આવી છે. જ્યારે સુરત બારડોલીની માંગરોળ બેઠક પર માત્ર એક જ ઉમેદવારે દાવેદારી નોંધાવી છે. જ્યાં હાલ ગણપતસિંહ વસાવા એજ દાવેદારી નોંધાવી છે. જેનાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી ગણવામાં આવી રહી છે. બીજી તરફ ઘાટલોડિયા બેઠક પર એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ દાવેદાર છે. તેમના નામનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.
182 બેઠક પરથી કુલ 3500 દાવેદારો નોંધાયા
કેટલીક બેઠકો પર 100 થી વધુ દાવેદારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે બારડોલીના માંગરોળ વિધાનસભા બેઠક પર માત્ર ગણપત વસાવાની સામે કોઈ પણ ઉમેદવારે દાવેદારી નોંધાવી નથી જે તેમના કાર્યનું ઉત્તમ નમૂનો રજુ કરે છે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બેઠક પર પણ માત્ર તેમનું નામ દાવેદાર તરીકે સામે આવતાં તેમની કાર્યકર્તાઓ વચ્ચેની પસંદગી સ્પષ્ટ જોવા મળે છે. હાલમાં ભાજપની સેન્સ પ્રકિયાના બે દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં 182 બેઠક પરથી કુલ 3500 દાવેદારો નોંધાયા છે.
હજી પણ સેન્સની પ્રક્રિયા ચાલુ
ભાજપમાં નિરીક્ષકોની હાજરીમાં દાવેદારોના નામને ક્રમ અપવામાં આવી રહ્યો છે. બેઠક પ્રમાણે દાવેદારોના નામોને ટોપ ટેન છણાવટ કરાશે. બાદમાં સમિતિ નામોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશે. આવી જ રીતે તમામ 182 બેઠકો માટે સંકલન બેઠકમાં કાર્યવાહી થશે. આજે પણ ત્રીજા દિવસે ભાજપના ઉમેદવારોની પસંદગીની કવાયત મામલે સેન્સની પ્રક્રિયા બાદ સંકલન બેઠક મળવા જઈ રહી છે. નિરિક્ષકોએ તમામ દાવેદારોને સાંભળ્યા છે. હવે આ તમામ દાવેદારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઇકમાન્ડ ઉમેદવાર નક્કી કરશે.
આ પણ વાંચો : સુરત લિંબાયત બેઠક પર ‘પાટીલ સામે પાટીલના ભાણેજ’, કોનું પલડું ભારે ?
રાજકોટ પશ્ચિમ અને રાજકોટ પૂર્વ બેઠક પરથી વજુભાઈ વાળાના અંગત મદદનીસ તેજસ ભટ્ટીએ ટિકિટની માગ કરી છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાવેદારી નથી કરી, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક સહિત અમદાવાદની વિધાનસભા બેઠકો માટે ભાજપના 6 નિરીક્ષકો દ્વારા સવારથી સેન્સ લેવામાં આવી જેમાં ઘાટલોડિયા બેઠક પર એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ દાવેદાર છે.
આ પણ વાંચો : Exclusive: વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ખેલ પડ્યો, AAP ગુજરાતમાં ભંગાણની શરૂઆત