અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટના બાદ જાગ્યું પ્રશાસન, અટલ બ્રિજ પર આટલાથી વધુ લોકો નહીં જઈ શકે

Text To Speech

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ હવે  પ્રશાસન જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી હાં, અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને લઈ SRFDCL એટલે કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ એક મોટો નિર્ણય કર્યો છે. હવેથી એકસાથે 3000થી વધારે લોકો સાબરમતી નદી ઉપર બનાવાયેલ અટલ બ્રિજની મુલાકાત નહીં લઈ શકે. મહત્વનું છે કે, 30 ઓક્ટોબરે એક દિવસમાં 35,000 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.

  • અટલ બ્રિજને લઈને SRFDCLનો નિર્ણય
  • એકસાથે 3000થી વધારે લોકો નહીં લઈ શકે મુલાકાત
  • 30 ઓક્ટોબરે 35,000 લોકોએ લીધી મુલાકાત
અટલ બ્રિજ, અમદાવાદ

મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે હાલમાં જ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ખુલ્લો મુકવામાં આવેલા અટલ ફૂટ ઓવર બ્રિજ પર પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. બ્રિજનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યુ હોવાથી દેશભરમાંથી લોકો અટલ બ્રિજની મુલાકાતે પહોંચી રહ્યાં છે. ઘણી વખત તો બ્રિજ પર પગ મુકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે મોરબી જેવી દુર્ઘટના અન્ય કોઇ સ્થળે ન સર્જાઇ તે માટે સાવચેતીના પગલાં લેવા જોઈએ. મોરબી જેવી દુર્ઘટના અમદાવાદમાં ન બને તે માટે SRFDCL દ્વારા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Back to top button