ધુમ્મસના કારણે અમદાવાદ-માળિયા હાઈવે પર 30થી વધુ વાહનનો થયો અકસ્માત, જુઓ વીડિયો
છેલ્લા બે દિવસથી ઠંડીમાં રાહત મળી છે પણ બીજી તરફ ગાઢ ધુમ્મસનું પ્રમાણ સૌરાષ્ટ્રના વિવિધ સ્થાનો પર વધી રહ્યું છે. જેમાં માળિયા અમદાવાદ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક, કાર સહિત 30થી વધુ વાહનોનો અક્સ્માત થયો છે. તેમજ અકસ્માતના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી છે.
મોરબી સહિત સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ઠંડીથી રાહત મળી છે પરંતુ ધુમ્મસના કારણે વહાનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી હાઇવે પર ધુમ્મસના કારણે 30થી વધુ વાહનોના એકીસાથે અક્સ્માત થયા છે. અણીયારી ટોલ નાકા પાસે અક્સ્માતની હારમાળા સર્જાઇ હતી. આ પછી અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : લીંબડી રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત
ધુમ્મસના કારણે હાઇવે ઉપર ટ્રક ગાડી સહિત 30થી વધુ વાહનોના અક્સ્માત થયા છે. તેમજ અકસ્માતના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. તેમાં અનેક લોકોને અક્સ્માતના કારણે ઇજા પહોંચી છે. આ પછી હાઇવે ઓથોરિટીના કર્મચારી, પોલીસ સહિત લોકો અક્સ્માત સ્થળ પર પહોંચી વાહનો દૂર કરવાની કામગીરી હાથ ધરી રહ્યાં છે.