ગુજરાતટોપ ન્યૂઝ

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ફંડ આપનાર 200થી વધુ હરિભક્તો ઇડીના સંકજામાં

  • પાંચ હજાર ફ્લેટ હરિભક્તોને રહેવા માટે ભાડે લીધા હતા
  • બિલ્ડરોએ કોડવર્ડમાં એન્ટ્રીઓ પાડેલી છે
  • બ્લેકમની એકત્ર કરીને જમીનો ખરીદીને સ્કીમો બનાવી

અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ફંડ આપનાર 200થી વધુ હરિભક્તો ઇડીના સંકજામાં છે. જેમાં અવિરત, શીપરમ, સેલડિયા બિલ્ડર, શરાફી પેઢીની રૂપિયા 500 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી છે. બ્લેકમની એકત્ર કરીને જમીનો ખરીદીને સ્કીમો બનાવનાર બિલ્ડરોના લોકરો સોમવારે ખુલશે.

આ પણ વાંચો: અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, આ વિસ્તાર બન્યો બિન આરોગ્ય યુક્ત 

બિલ્ડરોએ કોડવર્ડમાં એન્ટ્રીઓ પાડેલી છે

બેનામી એન્ટ્રીઓ કોના નામની છે તેની તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે શહેરના ત્રણ બિલ્ડર ગ્રૂપ અવિરત ઇર્ન્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ, શીપરમ સ્કાય ગ્રૂપ , સેલડિયા ગ્રૂપની સાથે બ્રોકર રાજેશ દેસાઇ અને શરાફી પેઢી ચલાવતા રાજેન ઠક્કરના રહેઠાણ અને ઓફિસમાં 40 જેટલા સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દિવસે પણ દરોડાની કામગીરી ચાલુ રાખવામા આવી હતી અને અત્યાર સુધીમાં 1 હજાર કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે આ ઉપરાંત બિલ્ડરો અને શરાફી પેઢીને ત્યાંથી મળેલા દસ્તાવેજોના આધારે 500 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી છે. બેનામી એન્ટ્રીઓ કોના નામની છે તેની તપાસ ચાલી રહી છે કેમકે કોડવર્ડમાં એન્ટ્રીઓ પાડેલી છે.

પાંચ હજાર ફ્લેટ હરિભક્તોને રહેવા માટે ભાડે લીધા હતા

આઇટીના અધિકારીઓએ અવિરત ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટની ઓફિસ અવિરત હાઉસ અને ગ્રૂપના બિલ્ડરો કનુભાઇ પટેલ, સંદિપ કનુભાઇ પટેલની ઓફિસ અને રહેઠાણે તપાસ કરી હતી. અવિરત ગ્રૂપના બિલ્ડર સંદિપ પટેલ ક્રેડાઇ-ગાહેડ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ છે. જ્યારે ઓગણજમાં મોટાપાયે સ્કીમ બનાવનાર શીપરમ સ્કાય ગ્રૂપના બિલ્ડરો ત્રિકમભાઇ પટેલ, ધમેન્દ્ર પટેલ અને અનિલ પટેલને ત્યાં તપાસ કરી હતી. ઓગણજમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનુ આયોજન કરવા માટે 41 વીઘા જમીન આપી હતી એટલુ જ નહિ આસપાસના વિસ્તારોમાં બિલ્ડરો પાસેથી પાંચ હજાર ફ્લેટ હરિભક્તોને રહેવા માટે ભાડે લીધા હતા.

તમામ સર્વિસ પ્રાવાઇડર આઇટીની નજરમાં આવી ગયા

આમ શતાબ્દી મહોત્સવ પાછળ ખર્ચ કરનાર તમામ સર્વિસ પ્રાવાઇડર આઇટીની નજરમાં આવી ગયા છે. બિલ્ડર ત્રિકમભાઇ પટેલ ઉપરાંત ગુજરાતના હરિભક્તોને મળેલા વિદેશી ફંડની માહિતી એકત્ર કરાઇ રહી છે. સૂત્રોએ જણાવ્યુ કે, સેવા કરવા હેતુથી ચેક અથવા રોકેડા ટ્સ્ટને દાન કર્યા હશે તેનુ ક્રોસ વેરિફિકેશન કરવામા આવશે. આઇટી બાદ મની લોન્ડરીગ હેઠળ પણ ઇડી દ્વારા તપાસ કરવામા આવશે. કરોડો રૂપિયાના ફંડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરાયો તેનો ખુલાસો નિવેદન લેવામા આવ્યા બાદ ખુલશે. હાલ તમામ બિલ્ડરોની ઓફિસમાં કામગીરી ચાલી રહી હોવાથી મંગળવારે નિવેદનો લેવામા આવે તેવી માહિતી જાણવા મળી છે. અંદાજે 200 જેટલા હરિભક્તોને ફંડ મળ્યુ હોવાનો અંદાજ છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સેલડિયા ગ્રૂપના બિલ્ડરની જજીસ બંગલો ચાર રસ્તા નજીક બોડકદેવ વિસ્તારમાં આવેલી ઓફિસ અને ગ્રૂપના બિલ્ડર અરવિદ સેલડિયા, આદિત્ય સેલડિયા,ચિરાગ અને વિપુલભાઇને ત્યાં તપાસ કરીને દસ્તાવેજો જપ્ત કરાયા હતા.સાથે સાથે ઓનમની વેચાણ કરાયેલા ફ્લેટોની તપાસ ચાલી રહી છે.

Back to top button