ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

200 થી વધુ સરકારી કર્મચારીઓએ MBBS વિદ્યાર્થીનીની ફી પેટે એક દિવસનો પગાર આપ્યો

Text To Speech

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત 200 થી વધુ કર્મચારીઓએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં આ લોકોએ MBBSની વિદ્યાર્થીની આલિયાબાનુ પટેલની ફી ભરવા માટે એક દિવસનો પગાર આપી લીધો હતો. આલિયાબાનુને તેમના બીજા સેમેસ્ટરની રૂ. 4 લાખની ફી ચૂકવવામાં મદદ કરવા કર્મચારીઓએ એક દિવસનો પગાર દાનમાં આપ્યો છે. મળતી માહિતી મુજબ, આલિયાબાનુ એ ધોરણ 12માં 79.80 ટકા મેળવ્યા હતા. આલિયાબાનુના પિતા અંધ છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ સારી નથી. આલિયાબાનુએ ગયા વર્ષે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું, પરંતુ ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે તેણીને આગળનો અભ્યાસ કરવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તેણે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રને મદદ માટે પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને આ વ્યક્તિએ આપી ચેલેન્જ !

આલિયાબાનુ અને તેના પિતાને ગયા વર્ષે એક કાર્યક્રમમાં પીએમ મોદી તરફથી મદદની ખાતરી આપવામાં આવી હતી. જે બાદ તેણે આ પત્ર લખ્યો હતો. ગયા વર્ષે, 12 મેના રોજ, સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટેના કાર્યક્રમમાં, વડાપ્રધાને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આલિયાબાનુના પિતા અયુબ પટેલ સાથે વાતચીત કરી હતી. તેઓ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાના લાભાર્થીઓમાંના એક હતા. ભરૂચના દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘ઉત્કર્ષ પહેલ’ કાર્યક્રમમાં અયુબ પટેલ તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે હાજર રહ્યા હતા. તે સમયે અયુબ પટેલે ગ્લુકોમાને કારણે પોતાની દૃષ્ટિ ગુમાવવાની વાત વડાપ્રધાન સાથે કરી હતી. તે જ દિવસે ધોરણ 12નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

Back to top button