ગુજરાત
રાધનપુરના મહેમદાવાદ ગામની સીમમાં એરંડાના ખેતરમાં ભેલાણ કરતા 15થી વધુ ઘેટાંના મોત


પાટણઃ રાધનપુરના મહેમદાવાદ ગામની સીમમાં આવેલા એરંડાના ખેતરમાં ભેલાણ કરતા 18 જેટલા ઘેટાના અચાનક મોત થયા છે. આ ઘટનાને પગલે પશુપાલક આઘાતમાં સરી પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, પશુપાલક 30 જેટલા ઘેટા સાથે સીમના ખેતરમાં ચરાવવા ગયો હતો. ત્યારે એરંડાના ખેતરમાં રબારી જાયમલભાઈ ગાડાભાઈ આશરે 50 જેટલા ઘેટા-બકરા ચરાવવા ગયા હતા. ત્યારે ખેતરમાં એરંડાનો પાક ખાઈ જતા ઘેટા ધ્રુજવા લાગ્યા હતા અને ટપોટપ પડવા લાગ્યા હતા.
જાયમલભાઈ દોડાદોડ કરીને ઘેટા-બકરાને ભેગા કરવા લાગ્યાં. ત્યારે થોડી જ વારમાં 18 જેટલા ઘેટાના મોત થયા હતા. ઘેટાંના મોતથી જાયમાલ ભાઈ ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. પશુપાલન કરનાર જાયમલભાઈ રબારીને ખૂબ આઘાત લાગ્યો છે.