ડીસામાં બે દિવસમાં 12 ઇંચથી વધુ વરસાદથી જળસંકટ
પાલનપુર: ગુજરાતમાં આ વખતે ચોમાસુ 16 આની રહ્યું છે.અત્યાર સુધી ધીમી ધારે વરસતો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો હતો. પરંતુ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહેલી વધુ વરસાદની આગાહી હવે ખેડૂતો માટે ચિંતાજનક બની રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ વધુ વરસાદ થવાની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ભારે વરસાદથી ડીસા અને લાખણી તાલુકાના ગામોમાં જળશંકટની સ્થિતિ સર્જાઇ છે. 33 ગામોને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે.જ્યારે 28 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો દાંતીવાડા ડેમ માં પાણીની આવક વધુ હોવાથી નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તેમજ સતત સંપર્કમાં રહેવા ડીસા મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
નદીકાંઠાના ગામોને સાવચેત રહી સંપર્કમાં રહેવા મામલતદારની અપીલ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા મુસળધાર વરસાદથી અતિવૃષ્ટિ નો માહોલ સર્જાયો છે.જેમાં પણ છેલ્લા બે દિવસમાં ડીસામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ડીસા થી ધાનેરા હાઇવે ડીસાથી થરાદ હાઇવેના ગામોમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે અને એક ગામો બેટમાં ફેરવાઈ જતા તેમજ ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ રહેતા ચોમાસુ પાકો નષ્ટ થવાના આરે છે.ભારે વરસાદના પગલે 33 ગામોને જોડતા રસ્તા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંધ કરાયા છે. જ્યારે 28 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વહીવટી તંત્ર વરસાદની આગાહીને પગલે એલર્ટ બની ગયું છે.ખાસ કરીને નદીકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના અપાઇ છે. દાંતીવાડા ડેમમાં હાલમાં પાણીની આવક એક લાખ ક્યુસેક ઉપરાંતની હોઇ જો સતત આવક વધતી રહેશે તો ડેમના દરવાજા પણ ખોલવાની સ્થિતિ આવી શકે તેમ છે. જેથી ડીસાની બનાસનદી ના કાંઠાના ગામોને સતત સંપર્કમાં રહેવા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
માઉન્ટ આબુમાં વરસાદી માહોલ, આબુમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો#MountAbu #Monsoon2022 #rain #Monsoon #GujaratRain #nature #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/uvA5oCcbuZ
— Hum Dekhenge News (@humdekhengenews) August 17, 2022
ડેમમાંથી પાણી છોડાયું હોવાની અફવાઓ
બનાસકાંઠા જિલ્લામાં તેમજ ઉપરવાસમાં રાજસ્થાનમાં સતત ભારે વરસાદથી દાંતીવાડા ડેમમાં આવતી તમામ નદીઓ માં ઘોડાપૂર રહી રહ્યા છે. જ્યારે ડેમમાં પાણીની એક લાખ ઉપરાંત ક્યુસેકની આવક ચાલુ છે. ત્યારે દાંતીવાડા ડેમના પાણી છોડાયું હોવાની સતત અફવાઓ ડીસા પંથકમાં વહેતી થઈ હતી.જેના પગલે મોટી સંખ્યામાં લોકોએ ડેમ જોવા તરફ ઘસારો કર્યો હતો.જો કે તંત્ર દ્વારા આ અફવાઓનું ખંડન કરી ડેમમાં કોઈ દરવાજા ખોલવામાં આવ્યા ન હોવાનું જણાવ્યું હતું.