અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ ખાતે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નવા 11 હજારથી વધુ વકીલોએ લીધા શપથ

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા કાર્યક્રમમાં હાજર

અમદાવાદ, 9 માર્ચ : કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ તકે અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે. આજે ૧૧ હજાર યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવવાના છે અને બીજી રીતે આટલી વિશાળ સંખ્યામાં વકીલોને એક છત નીચે એકત્રિત કરવા એ પણ એક ઇતિહાસ જ છે.

યુવા તેઓએ ધારાશાસ્ત્રીઓને હૃદય પૂર્વક અનંત શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજથી આપ સૌ જે વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો એ માત્ર વ્યવસાય નહીં બલ્કે પવિત્ર ફરજ છે. સંવિધાન અને લોકતંત્રને મજબૂત કરવાની અને દેશની ૧૪૦ કરોડ જનતાના શરીર, સંપત્તિ અને સન્માનની રક્ષાના સંવિધાન દત્ત અધિકારોને નિર્વહન કરવાની ફરજ એક ધારાશાસ્ત્રી તરીકે આપ સૌએ નિભાવવાની છે. આપણા સંવિધાને ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને એવા સમયે સંવિધાનના રક્ષણની પ્રક્રિયા સાથે જોડાવા જઈ રહ્યા છો. ભારતની સંસદે આ જ વર્ષે અપરાધિક ત્રણેય કાયદાઓમાં આમૂલચૂર પરિવર્તન કરી નવા કાયદાઓ અપનાવ્યા છે.

ભારત વિશ્વની અર્થતંત્રના લિસ્ટમાં ૫ માં નંબરે પહોંચી ગયું છે. ધારાશાસ્ત્રીઓનું યોગદાન દેશના નિર્માણમાં, દેશની આઝાદીમાં અને દેશના સંવિધાન નિર્માણમાં ખૂબ મહત્વ પૂર્ણ રહ્યું છે. આઝાદી આંદોલનના સમયનો અભ્યાસ કરીએ તો લાલા લજપતરાય, બાલગંગાધર તિલક, મહાત્મા ગાંધી, ભુલાભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રબાબુ હોય કે ડૉ આંબેડકર હોય આ બધાજ આઝાદીના આંદોલનના લડવૈયાઓ પોતે વ્યવસાયે ધારાશાસ્ત્રી હતા. દૂરદર્શી, પારદર્શી અને સર્વ સમાવેશી સંવિધાન આપણા પૂર્વજોએ બનાવ્યું છે.

અમિત શાહે વધુમાં બાર કાઉન્સિલ અધ્યક્ષ જે.જે પટેલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આટલું વિશાળ એક સાથે, એક સ્પીરિટ સાથે વિશાળ સંખ્યામાં ધારાશાસ્ત્રીઓનું મોબી લાઈઝેશન દેશભરમાં ક્યારેય નહીં થયું હોય જે આજે થયું છે. છેલ્લા એક દશકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશમાં સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, અને રાજનીતિક ન્યાય એમ ત્રણેય ક્ષેત્રોમાં અનેક પ્રકારની ઉપલબ્ધિઓથી જોડીને ન્યાય અપાવવાનું કામ કર્યું છે.

સામાજિક ન્યાયમાં ત્રિપલ તલાક સમાપ્ત કરી મુસ્લિમ મહિલાઓને સમાનતાનો અધિકાર આપ્યો. નવી શિક્ષા નીતિમાં સ્કિલબેઝ એજ્યુકેશન અને માતૃભાષામાં શિક્ષણથી યુવાનો અને કિશોરોને એજ્યુકેશનનો અધિકાર અપાવ્યો. આર્થિક ન્યાયના ક્ષેત્રમાં જેમ ટ્રિનિટી ૩૯ હજાર કાયદાઓના કોમ્પલાયસીસ સમાપ્ત કર્યા, બેંકોનું મર્જર, NPA ની સમસ્યાઓનું સમાધાન અને ભારતના અર્થતંત્રને વિશ્વના પાંચમાં નંબરનું અર્થતંત્ર બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. વર્ષોથી લોકો જેની રાહ જોતા હતા તે આર્ટિકલ ૩૭૦ સમાપ્ત કરવાનું કામ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે.

૧૦ વર્ષમાં બારથી વધુ સેટલમેન્ટ કરી સમગ્ર નોર્થિસ્ટમાં શાંતિ સ્થાપવાનું કાર્ય કર્યું અને નારી શક્તિ વંદન અધિનિયમથી આ દેશની માતૃશક્તિને કાયદા ઘડનાર સંસ્થાઓમાં ૩૩% આરક્ષણ આપવાનું કાર્ય કર્યું. દેશની જનતાનો વિશ્વાસ હજુ સુધી ન્યાયતંત્રમાં અક્ષુણ છે પરંતુ જો ન્યાય મળવામાં ૨૦-૨૦ વર્ષ લાગી જતા હોય તો આ વિશ્વાસ લાંબો સમય ના ટકી શકે એટલા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ ન્યાયકેન્દ્રિત સમયસર ન્યાય માટે ત્રણ નવા અપરાધિક કાનૂનોનું બિલ આ સંસદની અંદર લાવવાનું કામ કર્યું છે. કેટલીક પ્રક્રિયાઓને યુક્તિસંગત બનાવી, સમયસીમા નિર્ધારિત કરી છે, નાના – મોટા મામલાઓને સમરી ટ્રાયલ દ્વારા ઝડપથી પૂર્ણ કરવાની વ્યવસ્થા, આરોપની પહેલી સુનાવણી ૬૦ દિવસમાં અને ચાર્જશીટ રજૂ થયા પછી ૯૦ દિવસની અંદર જ તમામ તપાસ પૂર્ણ કરી ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવાની તેમજ સમયમર્યાદા થી ન્યાયને ઝડપી બનાવવાનું કાર્ય કર્યું છે.

આ પણ વાંચો :- હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે અને ક્યાં રમાશે? શું તમે જાણો છો?

Back to top button