વડોદરામાં ભારે વરસાદના પાણીથી STડેપોના પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ
- પૂરના પાણી કાઢતા હજી મંગળવાર સુધીનો સમય લાગી શકે છે
- આ પાર્કિંગમાં 2000 વાહનો પાર્ક કરવાની સુવિધા છે
- પાર્કિંગમાંથી પાણી કાઢવા માટે 12 પંપો ત્રણ દિવસથી મૂકવામાં આવ્યા
વડોદરામાં ભારે વરસાદના પાણીથી STડેપોના પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં ડબલ લેયર પાર્કિંગમાંથી મંગળવાર સુધીમાં પાણી બહાર કઢાશે. ચાર દિવસથી ડબલ લેયર પાર્કિંગમાંથી પાણી બહાર કાઢવા માટે 12 પંપો મૂકાયા છે. શહેરમાં પૂરના પ્રવેશેલા પાણી સેન્ટ્રલ એસટી ડેપોના પાર્કિંગમાં પણ ઘૂસી ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
પૂરના પાણી કાઢતા હજી મંગળવાર સુધીનો સમય લાગી શકે છે
શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના ડબલ લેયર બેઝમેન્ટ પાર્કિંગમાં ભરાયેલા પૂરના પાણી કાઢતા હજી મંગળવાર સુધીનો સમય લાગી શકે છે. ચાર દિવસથી 12 પંપો પાણી કાઢવા માટે મુકાયા છે. પાર્કિંગમાં 1000 જેટલા ટૂ વ્હિલર અને 20 ફોર વ્હિલર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના લીધે વાહન માલિકો મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના પાર્કિંગમાં એસટીબસમાં અપડાઉન કરનાર લોકો ટૂ વ્હિલર અને ફોર વ્હિલર પાર્કિંગ કરે છે. શહેરમાં પૂરના પ્રવેશેલા પાણી સેન્ટ્રલ એસટી ડેપોના પાર્કિંગમાં પણ ઘૂસી ગયા હતા. જેના લીધે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહન પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
આ પાર્કિંગમાં 2000 વાહનો પાર્ક કરવાની સુવિધા છે
પાર્કિંગમાં 1000 જેટલા ટૂ વ્હિલર અને 20 ફોર વ્હિલર હોવાનું ખાનગી કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. આ પાર્કિંગમાંથી પાણી કાઢવા માટે 12 પંપો ત્રણ દિવસથી મૂકવામાં આવ્યા હતા. જેમાં ત્રણ પંપો બંધ કરવામાં આવ્યા છે. શનિવાર રાત્રી સુધીમાં પ્રથમ લેયરનુ પાર્કિંગમાંથી પાણી નીકળ્યું હતુ. રવિવારે સવારથી બીજા પાર્કિંગમાંથી પાણી બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. હજી 48 કલાક સુધીનો એટલે કે મંગળવાર સુધીમાં પાણી સંપુર્ણ બહાર નીકળી જશે તેવુ સંચાલકો દ્વારા જણાવાયુ હતુ. આ પાર્કિંગમાં 2000 વાહનો પાર્ક કરવાની સુવિધા છે.