અયોધ્યાના વિકાસ માટે 10 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થશે, યુવાનોને મળશે રોજગાર
- રામનગરી અયોધ્યામાં વિકાસ માટે 10 હજાર કરોડ રુપિયાથી વધુનું રોકાણ થશે
- 20 હજારથી વધુ યુવાનોને રોજગારી મળશે
લખનઉ, 17 ફેબ્રુઆરી: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી જ અયોધ્યા વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દરેક ક્ષેત્રના લોકો અહીં રોકાણ કરવા માંગે છે. આ દરમિયાન, સમાચાર છે કે અયોધ્યામાં 10,155 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત રોજગારીની તકો પણ ખુલશે. યોગી સરકારે 20 હજારથી વધુ યુવાનોને રોજગાર આપવાનો માર્ગ મોકળો કર્યો છે. પ્રવાસન ક્ષેત્રે રૂ. 3129 કરોડના રોકાણની દરખાસ્તો આવી છે, જેનાથી 6400થી વધુ યુવાનોને રોજગારીની તકો મળશે. ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ દ્વારા રામનગરીમાં 3 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
નોંધનીય છે કે અયોધ્યામાં 19 થી 21 ફેબ્રુઆરી વચ્ચે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની (GBC 4.0) યોજાવા જઈ રહી છે, જેના દ્વારા યોગી સરકાર અહીંના 20 હજારથી વધુ યુવાનો માટે રોજગાર સર્જનનો માર્ગ મોકળો કરશે.
જાણો સાંજે 4 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
સીએમ યોગીએ રામનગરીને વિકાસની નવી ઓળખ આપી છે, તેથી તે રોકાણકારોને આકર્ષી રહ્યું છે. 19 ફેબ્રુઆરીએ યોજાનારી GBCમાં અહીં રૂ. 10155.79 કરોડથી વધુના રોકાણની દરખાસ્ત છે. પ્રવાસન ક્ષેત્રે અહીં 3129 કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવો મળ્યા છે. અહીં 3,000 કરોડનું સૌથી વધુ રોકાણ ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Paytmને મોટી રાહત… RBIએ 15 દિવસનો સમય આપ્યો, હવે આ તારીખ સુધી સેવાઓ ચાલુ રહેશે