ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

સાવધાન! 2050 સુધી એક કરોડ યુવાનો બહેરા થઈ જશે? WHOનો અહેવાલ

નવી દિલ્હી  7  ઓગસ્ટ :  તમે મેટ્રો, ટ્રેન, પાર્ક કે અન્ય કોઈપણ સાર્વજનિક સ્થળે લોકોને કાનમાં ઈયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાણ રહેતા જોયા જ હશે. ઘણી વખત તેમની આસપાસ કોઈ ઘટના ઘટે  તો પણ તેનો અવાજ તેમના કાન સુધી પહોંચતો નથી. ઈયરફોન, ઈયરબડ કે અન્ય સાંભળવાના ઉપકરણોને કારણે આવું થાય છે, પરંતુ કલ્પના કરો કે ભવિષ્યમાં લોકો ખરેખર બહેરા થઈ જશે તો શું થશે? જો લોકો સાથે બેઠા હોય પણ એકબીજાને સાંભળી નહિ શકે તો શું થશે? આ વિચારીને તમે ડરી ગયા હશો પણ આ સાચું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું કારણ કોઈ મહામારી નહીં, પરંતુ લોકોનો એક શોખ હશે.

WHOની મેક લિસનિંગ સેફ ગાઈડલાઈન્સમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ યુવાનો બહેરા થઈ શકે છે. આ યુવાનોની ઉંમર પણ 12 થી 35 વર્ષની વચ્ચે હશે. ગાઈડલાઈન્સ કહે છે કે આપણી ખરાબ ટેવોને કારણે આવું થશે.

આ શોખ ભારે પડશે
ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં 12 થી 35 વર્ષની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવાની ઉણપ અથવા બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25 ટકા એવા છે કે જેઓ તેમના અંગત ઉપકરણો જેવા કે ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર ખૂબ જ મોટા અવાજે સતતને સતત કંઈકને કંઈક સાંભળવા ટેવાયેલા છે. જ્યારે લગભગ 50 ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહે છે. આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે કાનના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે.

ડિવાઈસનું વોલ્યૂમ સ્તર
સામાન્ય રીતે પર્સનલ ડિવાઈસમાં વોલ્યુમ સ્તર 75 ડેસિબલથી 136 ડેસિબલ સુધી હોય છે. વિવિધ દેશોમાં તેનું મહત્તમ સ્તર પણ અલગ હોઈ શકે છે. જો કે,યૂઝર્સે તેમના ઉપકરણોનું વોલ્યુમ 75 dB થી 105 dB ની વચ્ચે રાખવું જોઈએ અને તેનો મર્યાદિત સમય માટે ઉપયોગ કરવો જોઈએ. આનાથી ઉપર જવું એ કાન માટે ખતરો છે.

કેટલો વોલ્યૂમ સેફ હોય છે?
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીમાં ઈએનટીના પ્રોફેસર ડૉ.બી.પી. શર્મા કહે છે કે ડિવાઈસમાં આવતું વોલ્યુમ પણ ઘણું વધારે છે. કાન માટે સૌથી સુરક્ષિત વોલ્યુમ 20 થી 30 ડેસિબલ્સ છે. આ તે વોલ્યુમ છે જેમાં બે લોકો સામાન્ય રીતે બેસીને શાંતિથી વાત કરે છે. વધુ પડતા અવાજના સતત સંપર્કમાં રહેવાથી કાનની સેન્સરી સેલ્સને નુકસાન થાય છે.

અવાજને કારણે થતી બહેરાશ મટતી નથી.
ડૉ.શર્મા કહે છે કે સૌથી ખરાબ વાત એ છે કે ઉપકરણોના ઉપયોગથી થતી બહેરાશ ક્યારેય મટી જતી નથી. લાંબા સમય સુધી હાઈ ફ્રીકવન્સી વોઈસના સંપર્કમાં રહેવાને કારણે નર્વસ સિસ્ટમને ભારે નુકસાન પહોંચે છે. એક વાર નુકસાન પહોંચ્યા પછી તે ફરી ક્યારેય રિપેર થઈ શકતી નથી. તેની કોઈ સર્જરી થતી નથી કે તેની કોઈ દવા પણ હોતી નથી. એટલે જ પ્રિવેન્શન જ બહેરાશનો એકમાત્ર ઈલાજ છે.

આ પણ વાંચો : ચાંદીના વાસણમાં ખાવાથી ઈમ્યુનિટી થશે મજબૂત, આ પણ ફાયદા

Back to top button