કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

વંદેભારત એક્સપ્રેસ ટ્રેનોમાં અત્યાર સુધી 1.11 કરોડ લોકોએ મુસાફરી કરીઃ પીએમ મોદી

Text To Speech
  • 11 રાજ્યોને જોડતી નવ વંદેભારત ટ્રેનોને વડાપ્રધાને લીલી ઝંડી બતાવી રવાના કરી

New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 24 સપ્ટેમ્બરે એક સાથે નવ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ નવ ટ્રેન જે રાજ્યોને જોડે છે તેમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા તથા ઝારખંડનો સમાવેશ થાય છે.

નવ ટ્રેનોને એક સાથે રવાના કરતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઘણો મહત્ત્વનો છે કેમ કે આ ટ્રેનોને કારણે સમગ્ર દેશમાં પ્રવાસન ઉદ્યોગને ઘણું બળ મળશે. વડાપ્રધાને જણાવ્યું કે, અત્યાર સુધીમાં 25 વંદેભારત ટ્રેનો દોડી રહી છે અને તેમાં આ નવ ટ્રેનનો વધારો થશે. વંદેભારત ટ્રેનો મારફત અત્યાર સુધીમાં 1,11,00,000 (એક કરોડ અગિયાર લાખ) લોકો મુસાફરી કરી ચૂક્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આજે જે નવ ટ્રેનનો પ્રારંભ થયો છે તેમાં ગુજરાતમાં જામનગરથી અમદાવાદ વચ્ચે વંદેભારત એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગરથી અમદાવાદ આવવા રવાના થયેલી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો વીડિયો તેમના સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યો હતો.

 

આ પણ વાંચોઃ એક જ દિવસે, એક સાથે 9 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી

Back to top button