કેદારનાથથી સારા અલી અને અર્જૂન બાજવાની વધુ તસવીરો-વીડિયો વાયરલ


- સારા અલી ખાનની પર્સનલ લાઈફ હંમેશા ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. ભલે કો-સ્ટાર હોય કે નજીકનો મિત્ર તેની ડેટિંગની અફવાઓ તરત વહેતી થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની પર્સનલ લાઈફ ખૂબ જ ચર્ચાઓમાં રહેતી હોય છે. ભલે કો-સ્ટાર હોય કે નજીકનો મિત્ર સારાની તેની સાથે ડેટિંગની અફવાઓ ઉડતી રહે છે. તાજેતરમાં કેદારનાથ ધામ યાત્રા પર નીકળેલી સારાની કેટલીક તસવીરો ગઈકાલે જ વાયરલ થઈ હતી. આજે વધુ તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને તે વ્યક્તિ સાથે તેની તસવીરો વાયરલ થઈ છે, તેની સાથે તેની ડેટિંગની અફવા ઉડી રહી છે.
View this post on Instagram
સારા-અર્જૂન બાજવા સાથે જોવા મળી
આ તસવીરોમાં સારાની સાથે જે વ્યક્તિ છે તે મોડલથી રાજનેતા બનેલો અર્જુન પ્રતાપ બાજવા છે. એવા અહેવાલો છે કે અભિનેત્રી અર્જુન બાજવાને ડેટ કરી રહી છે અને તેઓ તાજેતરમાં કેદારનાથ યાત્રા પર સમય પસાર કરતા જોવા મળ્યા હતા. સારા થોડા દિવસો પહેલા કેદારનાથ ધામની મુલાકાતે ગઈ હતી જ્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી હતી. અભિનેત્રી પર્વતો અને પ્રકૃતિના નજારા વચ્ચે શિવ ભક્તિમાં લીન જોવા મળી હતી.
View this post on Instagram
આ દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન પ્રતાપ બાજવાએ પણ કેદારનાથ ધામની પોતાની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સિવાય એક ફેન પેજ પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં સારા અલી ખાન કેદારનાથ મંદિરની બહાર માથું ટેકવીને ભોલેનાથના આશીર્વાદ લઈ રહી છે અને તેની પાછળ અર્જુન પ્રતાપ બાજવા દેખાઈ રહ્યો છે. આ સિવાય બંને પહાડો પર ફરતા અને વાતો કરતા પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ સિદ્ધાર્થ મલ્હોત્રાએ એટિટ્યૂડ બતાવ્યો, લોકોએ ટ્રોલ કરી નાખ્યો; ગણાવ્યો ફ્લોપ એક્ટર