એજ્યુકેશનટોપ ન્યૂઝનેશનલહેલ્થ

તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વધુ મહત્વની છુટછાટ, જાણો શું ફેરફાર આવ્યો ?

  • નેશનલ મેડીકલ કમીશને જાહેર કરી નવી માર્ગદર્શિકા
  • ધો.12 માં બાયોલોજી નહીં ભણેલા વિદ્યાર્થી પણ ડોકટર બની શકશે
  • બાયોલોજી/બાયોટેકનોલોજી વધારાના વિષય તરીકે ઉતિર્ણ કરાય તો મેડીકલ પ્રવેશની છુટ્ટ

હવે ફીઝીકસ, કેમીસ્ટ્રી તથા ગણીત જેવા વિષયો સાથે ધો.12ની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ ડોકટર બની શકશે. જોકે આ માટે તેઓએ કોઈપણ બાયોટેકનોલોજીની પરીક્ષા વધારાના વિષય તરીકે પાસ કરવી પડશે. નેશનલ મેડીકલ કમીશનની નવી માર્ગદર્શીકામાં આ જાહેરાત કરવામાં આવી છે.

કેવી રીતે MBBS માં મેળવશે પ્રવેશ ?

મળતી માહિતી મુજબ, નેશનલ મેડીકલ કમીશનની માર્ગદર્શીકા મુજબ ધો.12 ના બાયોલોજી (બાયો ટેકનાલોજી) વધારાના વિષય તરીકે રાખીને પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ પણ એમબીબીએસમાં પ્રવેશ માટેની નીટ-યુજીની પરીક્ષા આપી શકશે. આ વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસક્રમની પરીક્ષા આપવા માટે જરૂરી લાયકાત પ્રમાણપત્ર મેળવવા હકકદાર રહેશે. આ પ્રકારનું સર્ટીફીકેટ કમીશન દ્વારા જ આપવામાં આવતુ હોય છે.

શું હતો પ્રવેશ માટેનો નિયમ ?

અત્યાર સુધીનાં નિયમ પ્રમાણે ધો.10 અને 12 માં ફીઝીકસ, કેમેસ્ટ્રી,બાયોલોજી, અંગ્રેજીનાં વિષયો સાથે સળંગ બે વર્ષનો અભ્યાસ ર્ક્યો હોય તેવા વિદ્યાર્થીઓ જ મેડીકલ અભ્યાસ ક્રમમાં પ્રવેશપાત્ર હતા. આ માટે રેગ્યૂલર સ્કુલમાં જ સળંગ બે વર્ષનો અભ્યાસ અનિવાર્ય હતો ઓપન સ્કુલ કે એકસટર્નલ પરીક્ષા આપનારા પણ લાયક ગણાતા નથી. આ ઉપરાંત ધો.12 માં ઉતીર્ણ થયા બાદ ઉકત વિષયો વધારાના વિષય તરીકે ઉતીર્ણ કરવાની પણ છૂટ્ટ ન હતી. પરંતુ નેશનલ મેડીકલ કમીશનનાં નવા નિયમમાં સંપૂર્ણ બદલાવ કરી નાખવામાં આવ્યો છે. જેમાં ધો.11-12 માં બાયોલોજી કે બાયોટેકનોલોજી નહી ભણેલા વિદ્યાર્થીઓ માટે પણ મેડીકલ પ્રવેશનાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

વિસ્તૃત ચર્ચા બાદ નિયમોમાં કરાયો ફેરફાર

નેશનલ મેડિકલ કમીશને જાહેર કર્યું કે આ મુદો ગત જુન મહિનામાં વિસ્તૃત ચર્ચા થયા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તબીબી અભ્યાસક્રમ માટે કેટલાંક વખતથી સુધારા કરવામાં આવી જ રહ્યા છે. થોડા દિવસો પૂર્વે પોસ્ટ ગ્રેજયુએશનની હજારો ખાલી જગ્યાઓ ભરવા માટે પાસ માર્કસમાં પણ પ્રવેશ પાત્રતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કટ ઓફ રદ કરાતા હજારો મેડીકલ વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક અભ્યાસક્રમ આસાન બન્યો હતો.

Back to top button