ભાવનગરના મોરચંદ ગામે કવિતા મહેતા ફાઉન્ડેશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ
આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાવનગરના મોરચંદ ગામે પણ આ આઝાદી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કવિતા મહેતા ફાઉન્ડેશન દ્વારા આજે KMF ના સહ-સ્થાપક જયદિપ મહેતાની હાજરીમાં બોયઝ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે તેમના આચાર્ય, શિક્ષકો અને અને બહેનોની હાજરીમાં મોરચંદ ગામની ગર્લ્સ સ્કૂલમાં ભારતીય સ્વતંત્રતાના 75 ગૌરવપૂર્ણ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
કન્યા બાળ શિક્ષણ અને સશક્તિકરણના ઉદ્દેશ્યને પૂર્ણ કરતાં કવિતા મહેતા ફાઉન્ડેશને ધ્વજવંદન કરી આ પર્વની ઉજવણી કરી હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓને વિવિધ ભેટ અને શૈક્ષણિક બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કવિતા મહેતા ફાઉન્ડેશનના સહ સ્થાપક જયદિપ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મારા પિતા સ્વ.શ્રી એન.સી. મહેતા અને માતા સ્વ.શ્રીમતી સરોજબેન મહેતાના આશીર્વાદથી ઉજવણીમાં ખૂબ જ સકારાત્મક અને આનંદદાયક વાતાવરણ સાથે ધામધૂમથી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો શાળાના વિદ્યાર્થિઓએ પણ આ કાર્યક્રમમાં હોશભેર ભાગ લીધો હતો.
તો સાથે જયદિપ મહેતાની બહેનો વર્ષાબેન શાહ અને રેશ્માબેન ગાંધી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ભેટ આપી હતી. બાળકોને વિવિધ ભેટ અને સ્કુલ બેગ ભેટમાં મળતા બાળકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો.