મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસમાં આવ્યો નવો વળાંક
- સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફ્એસએલમાં બહાર આવ્યું
- મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી
- ચકચારી કેસમાં 9 વર્ષે પણ ન્યાય માટે પરિવારની રઝળપાટ કરી રહ્યું છે
મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે CBIને સોંપી છે. ચકચારી કેસમાં 9 વર્ષે પણ ન્યાય માટે પરિવારની રઝળપાટ છે. તેમાં વર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફ્ળ રહી છે. જેમાં કેસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી.
આ પણ વાંચો: રાજકોટ શહેરમાં સરકારી 8000 લિટર તેલમાં થયુ મોટું કૌભાંડ
મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી
મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપી છે. વર્ષો સુધી સીઆઇડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફ્ળ રહી હોય જેથી હાઇકોર્ટે પરિવારની માંગણી અનુસાર કેન્દ્રીય એજન્સી સીબીઆઈને તપાસ ચલાવવાની સૂચના આપી છે. મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સુપરમાર્કેટમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ગોરધનભાઇ ધમેચાના 13 વર્ષના માસૂમ પુત્ર નિખિલનું 15/12/ 2015 ના રોજ તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું.
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફ્એસએલમાં બહાર આવ્યું
જો કે અપહરણ કરી બાદ નરાધમોએ નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફ્એસએલમાં બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં તપાસમાં ઢીલ રાખવામાં આવી હોય, તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી ઉઠાવી હતી. હાઇકોર્ટને પણ સીઆઇડી આ ગંભીર બનાવમાં ઉણી ઉતરી હોય તેવું લાગતા પરિવારની માંગ મુજબ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.