ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી ઝુલતો પુલ : ઓરેવાના 2 મેનેજર સહિત 7 આરોપીઓની જામીન અરજી નામંજૂર

Text To Speech

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામા 7 આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેની આજે સુનાવણીમાં કોર્ટે ઓરેવા કંપનીના બે મેનેજર સહિત તમામની અરજી નામંજૂર કરી હતી.

આ પણ વાંચો : 135 લોકોના મોત થયા તો શું! જયસુખ પટેલે 100 પુણ્ય કર્યા છે
કોર્ટ-humdekhengenewsમળતી માહિતી મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 7 આરોપીઓએ જામીન માટે મોરબી કોર્ટમાં અરજી કરી હતી જેની આજરોજ સુનાવણી ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઓરેવા કંપનીના 2 મેનેજર સહિત તમામ સાત આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : કેમ 10 વર્ષનો કલ્પ બન્યો 1 દિવસનો ડૉક્ટર ?
પુલ - Humdekhengenewsઉલ્લેખનીય છે કે પુલના સમારકામમાં બેદરકારીના લીધે ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ અગાઉ જયસુખ પટેલે પણ આગોતરા જમીન અરજી કરી હતી જે પણ કોર્ટે નામંજૂર કરી હતી અને જયસુખને કોર્ટમાં સરેન્ડર કરવાનો વારો આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ત્યારે કોર્ટે પણ તમામના જામીન અરજી નામંજૂર કરી દીધી છે.

Back to top button