કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી દુર્ઘટના : કારણદર્શક નોટીસ બાદ મળેલા જનરલ બોર્ડમાં થયો એવો ઠરાવ કે જાણીને કહેશો શું મજાક છે ?

Text To Speech

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની બનેલી દુર્ઘટના બાદ આ પ્રકરણમાં તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. હજુ સુધી આ ઘટનામાં કોઈ જવાબદાર વ્યક્તિ નક્કી થયા નથી કે કોઈને દોષિત ગણવામાં આવ્યા નથી. તેવામાં આજે મોરબી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સરકારના પ્રશ્નનોના જવાબ આપવાના બદલે ઠરાવ પસાર કરવામાં આવ્યો કે જે દસ્તાવેજો સીટની ટીમ લઈ ગઈ છે તે પરત મંગાવવામાં આવશે અને તેનો અભ્યાસ કર્યા બાદ જવાબ આપવામાં આવશે.

Cm Bhupendra Patel And Morbi Accident
Cm Bhupendra Patel And Morbi Accident

સરકારના શહેરી વિકાસ વિભાગે આપી કારણદર્શક નોટીસ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી જેમાં 135 નિર્દોષ લોકોના મોત નિપજ્યાં હતા તો પણ સંદર્ભે હજુ સુધી મુખ્ય આરોપી કોણ ? મુખ્ય દોષિત કોણ ? તે સ્પષ્ટ થયું નથી અને હાઇકોર્ટમાં સુઓમોટો તેમજ જાહેર રીતની અરજી બાબતે સુનવણીઓ ચાલી રહી છે બીજી બાજુ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલને પકડવા માટેની ગતિવિધિને તેજ કરવામાં આવી છે અને સરકાર તરફથી મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને જનરલ બોર્ડની બેઠક બોલાવીને જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.

જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી

આ પ્રકરણમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ દ્વારા ધરપકડથી બચવા માટે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે આ અરજી દરમિયાન પોલીસે તપાસના પુરાવાઓ એકઠાં કરવા સમય માંગ્યો હતો જેના લીધે કોર્ટે અરજી ઉપર સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી.

ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું

દરમિયાન આ બાબતે મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી પહેલી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. દરમિયાન તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

Back to top button