કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટના : 75 ના મોત, નદી ખાલી કરવાનું શરૂ, પીએમનો ગાંધીનગરનો કાર્યક્રમ મોકૂફ

Text To Speech

મોરબીમાં રવિવારે સાંજે મચ્છુ નદી ઉપર બનેલો અને તાજેતરમાં જ ખુલ્લો મુકવામાં આવેલો ઝૂલતો પુલ તુટવાની ઘટના બની હતી. આ બનાવમાં 75 લોકોના મોત થયાનું રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે મચ્છુ નદીનું પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં આગામી 1 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જો કે પીએમઓ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વડાપ્રધાનનો આવતીકાલે કાર્યક્રમ યથાવત રહેશે

ઉલ્લેખનીય છે કે આવતીકાલે કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પરંતુ મોરબીની ઘટના બાદ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે તેવું બહાર આવ્યું હતું જો કે હાલ જે માહિતી સામે આવી છે તે મુજબ પીએમનો આ કાર્યક્રમ યથાવત રહેવાનો છે અને પહેલી નવેમ્બરે ગાંધીનગર ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે મોકૂફ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.

Back to top button