મોરબી દુર્ઘટનામાં 135 લોકોનું મૃત્યુ થયુ છે. જેમાં નાના બાળકો સહિત વડિલોનો ભોગ લેવાયો છે. ત્યારે 135 લોકોના મોતના જવાબદાર એવા OREVA ગ્રુપના એમડી જયસુખ પટેલ હાલ કોઇ બિલમાં જઇ છુપાઇ ગયા છે. ત્યારે જયસુખ પટેલે લખેલી પુસ્તક સામે આવી છે. જેમાં જયસુખે મોટી મોટી વાતો કરી છે તે જોઇ શકાય છે. જેમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે લખેલી પુસ્તકના અંશો વિશે વાત કરીએ તો તેમાં જાણવા મળ્યું છે કે ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડામાંથી ભારત ક્યારે મુક્ત થશે?, નોટબંદી બાદ દેશમાં ભષ્ટ્રાચાર વધ્યો, ભષ્ટ્રાચારને રોકવા નોટબંદી કરાઈ હતી પણ નોટબંદીથી ભ્રષ્ટાચાર વધ્યો તેવા નિવેદનો લખ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી, ઉષા રાડાને સાઇડ લાઇન કરાયા
સરકારી અધિકારીઓએ લુલો બચાવ કર્યો
નદીમાં પાણી અને સેફ્ટી ક્લિયરન્સ વગરના બ્રિજના જોખમોથી મોરબી નગર પાલિકા, જિલ્લાનું કલેક્ટોરેટ, પોલીસ તંત્ર અજાણ હોય તેવુ બની જ ન શકે. પાંચ દિવસથી બ્રિજ ઉપર ફરતા ટોળા, પ્રવાસીઓ, શહેરમાં આવેલા મહેમાનોના ધસારા સામે પાલિકામાં ચૂંટાયેલી પાંખ અને અફસરાને ઓરેવાના ટિકીટના વેપાર અને પ્રસિધ્ધી સામે આંખ બંધ કરી હોય તો પણ તેની જ પ્રાથમિક જવાબદારી બને છે. આમ છતાંયે, પોલીસે ઓરેવાના જયસુખ પટેલ સામે ફોજદારી ગુન્હો પણ નોંધ્યો નથી. ઉલ્ટાનું સામાન્ય ફેબ્રિકેશનવાળા, સિક્યુરિટી ગાર્ડ અને ટિકિટ બારીએ બેસતા કર્મચારીઓને આરોપી બનાવી તેમની ધરપકડ કરી છે. તથા આ ઘોર અપરાધમાં પોલીસે જયસુખ પટેલની પુછપરછ પણ કરી નથી. આવી રીતે જ સરકારી અધિકારીઓનો પણ આબાદ બચાવ કર્યાની ચર્ચા છે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘટનામાં જવાબદાર કંપનીએ પોલિટિકલ પાવર વાપરી પિતા-પુત્રને “વધેર્યા”
પૈસા વસૂલીને ઓરેવા કંપની બ્રિજ પર જવા પરમિટ આપતી
મોરબીના ઝુલતા બ્રિજને ખુલ્લો મુકતા પૂર્વે કોઈપણ પ્રકારના સેફ્ટી સ્ટારન્ડર્ડ સર્ટિફિકેશનની પ્રક્રિયા થઈ નહોતી. એટલુ જ નહિ, બેસતા વર્ષથી લઈને આ બ્રિજ પડયો તે દરમિયાન પાંચ દિવસ દિવાળી વેકેશનમાં રોજેરોજ સેંકડો નાગરીકો પોતાના વ્હાલસોયા બાળકો સાથે આવતા, ટોળે વળતા. ક્ષમતાથી વધુ મુલાકાતીઓ પાસે પૈસા વસૂલીને ઓરેવા કંપની બ્રિજ પર જવા પરમિટ પણ આપી રહી હતી.