મોરબી ઝૂલતા બ્રિજ તૂટી પડવાના કેસના સંબંધમાં મોરબી કોર્ટે બુધવારે ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી આ ઘટનામાં કુલ 135 લોકોના મોત થયા હતા. જયસુખ પટેલે અગાઉ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતા. પોલીસે 27 જાન્યુઆરીએ રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખને મુખ્ય આરોપી દર્શાવ્યો હતો. જયસુખ પટેલે સરેન્ડર કર્યા બાદ પોલીસે તેની કસ્ટડી મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી, જેના પગલે સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી.
મંગળવારે કર્યું હતું સરેન્ડર
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનામાં ભાગેડુ આરોપી તરીકે ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હતું અને જયસુખ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કોર્ટમાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે કોર્ટે હુકમ કર્યો હતી જેથી તેને સબ જેલમાં લઈને ગયા હતા. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : હવે કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, સત્તાપક્ષે આપ્યા સ્પષ્ટ સંકેત