ગુજરાત

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ : જયસુખના હવાતિયા, જેલમાંથી બહાર આવવા પણ મૃતકોની જ લીધી મદદ

Text To Speech

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે છેલ્લા કેટલાક દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલ બહાર આવવવા માટે હવાતિયા મારી રહ્યો છે. આજે આજે મોરબી સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલના વચગાળાના જામીન અંગે સુનાવણી હાધ ધરવામાં આવી હતી. જ્યસુખ પટેલ તરફથી પીડિતોને સહાય ચુકવવાના નામે વચગાળાના જામીન આપવા દલીલ કરવામાં આવી હતી.

પીડિતોને સહાયને નામે માંગ્યા જામીન

મોરબી સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલના વચગાળાના જામીન અંગે ચાલી રહેલી સુનાવણીમાં જયસુખ પટેલના વકીલે દલીલ કરી હતી કે જયસુખ પટેલને બેંકના કામ અને હાઈકોર્ટે પીડિતોને સહાય ચૂકવવા આદેશ કર્યો હોવાથી વચગાળાના જામીન આપવામાં આવે.

જ્યસુખ પટેલ કેસ-humdekhengenews

7 માર્ચનાં રોજ કોર્ટ હુકમ સંભળાવશે

જ્યસુખ પટેલના વકિલની સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે જયસુખ પટેલ ત્રણ મહિના સુધી નાસતા ફરતા હતા અને છેલ્લા એક મહિનાથી જેલમાં છે તેમ છતાં કંપનીનો વહીવટ ચાલે છે. જેના પરથી નક્કી થાય છે કે જયસુખ પટેલને બહાર આવવું જરૂરી નથી. ત્યારે હવે જયસુખ પટેલના જામીન અરજીને લઈને આગામી 7 માર્ચનાં રોજ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવશે.

આ પણ વાંચો : વિશ્વભરમાં પાસ ChatGPT પણ ભારતમાં ફેલ! આ પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપી ના શક્યું

Back to top button