મોરબી: સુરાણી પરિવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપી સાધન સહાય


મોરબી, 03 ફેબ્રુઆરી : મોરબી જિલ્લા માળિયા તાલુકાના સરવડ ગામે સુરાણી પરિવાર દ્વારા લોકોના સારા આરોગ્ય અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આશરે એક લાખ સુધીની વિવિધ સાધન સહાય આપીને આરોગ્ય માળખું વધારે સુવિધાયુક્ત બનાવવા એક આગવી પહેલ કરવામાં આવી છે.
સરકાર દ્વારા ગામડાઓ સુધી શિક્ષણ, આરોગ્ય, રમતગમત, સલામતી, વાહનવ્યવહાર, પ્રવાસન તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ વધુ વિકસે તેમજ ગામડાઓના જિલ્લામાં અન્ય સ્થળે કે જિલ્લા, રાજ્યની બહાર કે વિદેશમાં સ્થાયી થયેલા લોકોને ગામડા પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન થાય તે માટે સરકાર દ્વારા વતન પ્રેમી યોજના શરૂ કરવામાં આવી છે. આ પહેલ થકી આ યોજના સિવાય પણ ઘણા લોકો ગામડાઓને વધુ સુવિધાસભર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ગામડાઓને વિકસિત બનાવવાના આ કાર્યમાં મોરબી જિલ્લાના સરવડ ગામના સુરાણી પરિવારે પણ રસ દાખવ્યો છે, માળિયા તાલુકાના સરવડ ગામના વતની અને હાલ મોરબી ખાતે સ્થાયી થયેલા એવેન્યુ ગ્રુપના ડાયરેક્ટર અમિત સુરાણીના પિતા પ્રાણજીવનભાઈ દેવશીભાઈ સુરાણી અને કાકા જીવરામભાઈ દેવશીભાઈ સુરાણી દ્વારા વતન પ્રેમ પ્રગટ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડને બે એક્ઝામિનેશન ટેબલ અને એક કેસકાર્ટ ટ્રોલીની સાધન સહાય સહિત એક લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગનો મેઈન ગેટ પણ બનાવી આપશે.
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસ એક્શનમાંઃ ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ